• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

અમેરિકી વિદેશમંત્રી રૂબિયોએ અદાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, તા. 21 : ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો બુધવારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળ્યા હતા. રૂબિયોએ ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન સાથે પણ મુલાકાત કરી હતી. આજે સવારે સૌથી પહેલાં અદાણી જૂથના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. બંદરો, હવાઈમથકો, ઊર્જા સહિત ક્ષેત્રોમાં અદાણી જૂથનો કારોબાર ફેલાયેલો છે. એ જ રીતે ટાટા જૂથ પણ ઓટોમોબાઈલ, સ્ટીલ, આઈટી, જેવાં ક્ષેત્રોમાં ફેલાવો ધરાવે છે, એ જોતાં અમેરિકી નેતાની બન્ને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd