• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કચ્છના યુવાનની બબ્બે ગોલ્ડની સિદ્ધિ

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અવધનગરના વતની અને વણકર સમાજના યુવાન અજય શ્યામજીભાઈ વારસુરેએ શાનદાર દેખાવ કરીને નેપાળમાં યોજાયેલી વિશ્વકક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. અજયે ફુલ પાવરલિફ્ટિંગ  ગેમમાં અને અંડર-19 સબ-જુનિયર કેટેગરીના અંડર-100 કિલો વજન વર્ગમાં ડેડલિફ્ટ સ્પર્ધામાં, એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વર્લ્ડ લેવલ પર કબજે કર્યા હતા. આ પૂર્ણ સિદ્ધિ બદલ કચ્છ કમલમ્-ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના હસ્તે અજયભાઈનું  સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. દેવજીભાઈએ અજયભાઈની મહેનત, મનોબળ, શિસ્ત અને રમતગમત પ્રત્યેના સમર્પણને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પાર્ટીના તેમજ સામાજિક આગેવાનોએ અજયભાઈને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd