• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

અંજારમાં પૂર્વ કચ્છની શિક્ષણાધિકારી કચેરી શરૂ

અંજાર,તા. 21 : અહીંના શેઠ ધરમસિંહ વલ્લભદાસ (ડી.વી.) હાઈસ્કૂલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને આ કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરી કાર્યરત થવાથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વહીવટી સરળતા ઊભી થશે. આ કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત  ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વર્ષ 1937માં શરૂ થયેલી આ સરકારી શાળામાં કરેલા પોતાના અભ્યાસનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને નવી કચેરી શરૂ થવા બદલ શિક્ષણતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સચ્ચિદાનંદ મંદિર-અંજારના મહંત  ત્રિકમદાસજી મહારાજ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને અંજાર નગરપાલિકા પ્રમુખ  ધર્મિષ્ઠાબેન ખાંડેકાનું સ્વાગત અભિવાદન કર્યું હતું. શ્રી પરમારે  પૂર્વ કચ્છ ખાતે કચેરીની મંજૂરી આપવા બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા મનીષાબેન દવેએ અને આભારવિધિ શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડિયાએ કરી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો પૃથ્વીરાજસિંહ ઝાલા,  કંચનબેન કુકસાલ, મહેશદાન ગઢવી, અશ્વિનાસિંહ વાઘેલા, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, વર્ગ-2 આચાર્યો, વહીવટી સ્ટાફ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય  છે કે      ભુજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે આ કચેરીને  કાર્યરત કરાઈ હતી, જેને લઈને  સ્થાનિકોમાં નારાજગી પ્રસરી હતી. આ મુદ્દે કચ્છમિત્ર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, ત્યારબાદ આ કચેરીને ફરી અંજારમાં કાર્યરત શરૂ કરાઈ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd