• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

એશિયન પેરા ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

નવી દિલ્હી, તા. 21 : જાપાનના નાગોયામાં રમાઈ રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટોએ પાંચ ગોલ્ડ સહિત 18 પદક જીતીને ઈતિહાસ રચી દીધો છે. સિમરન, પ્રવીણ કુમાર અને સચિવ ખિલારીએ નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે દિલીપ ગાવિત અને આયુષ વર્માએ પણ ગોલ્ડ ઉપર કબજો કર્યો હતો. એથ્લેટિક્સના શાનદાર દમ ઉપર ભારતના કુલ પદકની સંખ્યા 62 (14 ગોલ્ડ, 21 સિલ્વર, 27 બ્રોન્ઝ) સુધી પહોંચી છે અને ભારત પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને  પહોંચ્યું છે.  ભારતે ત્રીજા દિવસે એક જ ઈવેન્ટમાં બે સુવર્ણ જીત્યા હતા. દિલીપ ગાવિતે પુરુષોની 100 મીટર ટી-47 ઈવેન્ટમાં સુવર્ણ પદક કબજે કર્યો હતો, જ્યારે મોહમ્મદ મોરસિંગનાકાથને રજત મળ્યો હતો. સિમરને મહિલાઓની 100 મીટર ટી-12 પ્રતિયોગિતામાં 12.02 સેકન્ડના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ  નામે કર્યો હતો.  હિમાંશુ નંદલે પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક એસ-11 ઈવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવીને બીજો કાંસ્ય પદક જીત્યો હતો. આ અગાઉ મંગળવારે 400 મીટર ફ્રી સ્ટાઈલમાં પણ કાંસ્ય જીત્યો હતો. ભારતના પ્રણવ દેસાઈએ પુરુષોની 100 મીટર ટી-64 ઈવેન્ટમાં 11.96 સેકન્ડમાં કાંસ્ય ચંદ્રક નામે કર્યો હતો, જ્યારે જાપાનના કેંગો ઓશિમાને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.  રોહિત કુમારે પુરુષોના 100 મીટર બ્રેસ્ટસ્ટોક એસબી-4 ઈવેન્ટમાં ભારત માટે કાંસ્ય જીત્યો હતો. જે ભારતનો છઠ્ઠો પેરા સ્વીમિંગ મેડલ બન્યો હતો.  આવી જ રીતે ભારતના પેરા એથ્લિટ સુખચૈને પુરુષોના જ્વેલિન થ્રો ઈવેન્ટમાં કાંસ્ય નામે કર્યો હતો. આ ઈવેન્ટમાં ચીનના એલાડી ફેફેઈ ઝોઉને સુવર્ણ મળ્યો હતો, જ્યારે શરત મકાનહલ્લીએ પુરુષોની 1500 મીટર ટી-12 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ દેશને અપાવ્યો હતો. શૈલેશ કુમારે પુરુષોની લોંગજમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ નામે કર્યો હતો, જ્યારે ભારતનો જ ખેલાડી મહેન્દ્ર ચોથા સ્થાને રહ્યો હતો.  આયુષ વર્માએ શોટપૂટમાં ગોલ્ડ મેડલ નામે કર્યો હતો, જ્યારે હાઈ જમ્પમાં પ્રવીણ કુમારે સ્વર્ણ પદક જીત્યો હતો. આવી શોટપુટની એફ-46 ઈવેન્ટમાં ભારતે ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેમાં ત્રણેય મેડલ ભારતના ખાતામાં આવ્યા હતા. સચિન ખિલારીએ ગોલ્ડ, મોહમ્મદ યાસિરે સિલ્વર અને પરવીને બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd