• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

પદ્ધર-કાળી તળાવડી માર્ગનાં મંદગતિએ ચાલતાં કામે સર્જી હાલાકી

કોટડા, તા. 21 : ભુજ તાલુકાના પદ્ધરથી કાળી તળાવડી તરફ જતા માર્ગ પર માર્ચ મહિનાથી શરૂ થયેલું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી અને માર્ગ પર ડામર પાથરવાની રાહ જોવાઈ રહી છે. માર્ગ પર મેટલ-કપચી પાથરી દેવામાં આવી હોવાથી અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર મોટા પ્રમાણમાં મેટલ-કપચી પથરાયેલી હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.આ ઉપરાંત માર્ગની બાજુમાંથી પસાર થતા રાહદારીઓ પર વાહનોનાં પૈડાંમાંથી કપચી ઊડવાની શક્યતા રહેતી હોવાથી તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ચ મહિનામાં શરૂ થયેલા માર્ગનાં કામને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ડામર પાથરવાની કામગીરી બાકી રહેતાં સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd