મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 21 :કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય
સભા આયોજિત પુરવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત રાજપૂત કન્યા છાત્રાલયનું
ભૂમિ પૂજન અને શસ્ત્ર પૂજન નું આયોજન ભચાઉ ખાતે કરાયુ હતું. - 10 કરોડના ખર્ચે નિર્માણ
: સમગ્ર કચ્છ અને સાંતલપુર સહિતના દુર દુરથી
ઉપસ્થિત ક્ષત્રિયોની વિશાળ હાજરીમાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય
સમાજના પ્રમુખ વીરેન્દ્રાસિંહ જાડેજા ના પ્રમુખ સ્થાને વિજયદશ્મીની મોડી સાંજે ખાતમુહૂર્ત કરાયું હતું. દસ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામનાર છાત્રાલય માટે
અગાઉ નોંધાવેલી રકમમાં ઉમેરો કરી ઉપસ્થિતોએ પહેલ કરી હતી. તેમજ નવા રૂમો માટેના દાનની જાહેરાત કરતા મોટી રકમનું
ભંડોળ જાહેર થયું હતું. આ પ્રસંગે મહિલા સભાના
અધ્યક્ષ અને કન્યા કેળવણીના હિમાયતી ચેતનાબા જાડેજાએ કહ્યું હતું કે વિરેન્દ્રાસિંહ
જાડેજાની પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ સમાજના અનેક કામો સરળ બન્યા છે. શક્તિના પ્રતીકના
દિવસે દીકરીઓના કલ્યાણ માટેનું આ કાર્ય દીપી ઉઠશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. - જિલ્લા પ્રમુખની મહેનત બીરદાવાઈ
: અબડાસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
એ કહ્યું હતું કે જિલ્લા પ્રમુખ ના નેતૃત્વમાં આ કાર્ય કરવું કોઈ અશક્ય નથી એવું કહી
આ કામ સુંદર બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નખત્રાણા માં સરકારની ગ્રાન્ટમાંથી
ક્ષત્રિય સમાજ માટે થયેલા કામો અંગે વિગત આપી
હતી. ક્ષત્રિય સભાના 90 વર્ષીય પૂર્વ
પ્રમુખ નારાયણજીભાઈ. કે જાડેજાએ ભુજ સહિત શિક્ષણ સહિતના સમાજના કામો માટે વર્તમાન પ્રમુખની
મહેનતને બિરદાવી હતી. પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સુરુભા અનોપાસિંહ
જાડેજાએ દીકરીઓના શિક્ષણ માટેનું આ કાર્ય ભચાઉમાં વિશેષ દીપી ઉઠશે તેમ કહી સમાજની એકતા
તાકાત સંપ થકી શક્ય હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપાસિંહ
વાઘેલાએ કચ્છના જાડેજા ની બહાદુરી ખંતને બિરદાવી જુના ઇતિહાસને વાગોડ્યો હતો. ાu હતી. નારીના સન્માન માટે ભગવાન શ્રી રામે
રાવણને માર્યો એવા વિજયાદશમીના અવસરે કન્યા વિદ્યાલયનું ભૂમિ પૂજન નારી સન્માનનું ઉમદા
કાર્ય હોવાનું જણાવ્યું હતું. - ટહેલથી નિર્માણ
કાર્ય : ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ
જાડેજાએ સંચાલન દરમિયાન જણાવ્યું હતું કે પૂર્વ કચ્છમાં રાજપુત ક્ષત્રિય સભાનું કન્યા
છાત્રાલય ન હોવાથી ભચાઉ,રાપર અંજાર
ગાંધીધામના આગેવાનોએ કન્યા છાત્રાલયની પહેલ નાખી હતી. નવી ચિરાઈ ખાતે નિર્માણ કરે શરૂ
કરાયું પરંતુ હવે ભચાઉ ખાતે નિર્માણ કરવા નિર્ણય લેવાયો. ભચાઉ તાલુકા ના સમાજના પ્રમુખ
વાઘ ઉભા કાનજીભા જાડેજાએ નવી ભચાઉ ખાતે જમીન
ફાળવી હતી. ચિરઈમાં થયેલા બાંધકામનો ખર્ચ પણ વાઘુભા આપશે તેવો નિર્ણય લેવાયો હતો. - દાયકામાં વિવિધ વિકાસકાર્યો
થયા : વિરેન્દ્રસિંહ જાડેજાએ દસ વરસ થી પ્રમુખ
નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી સમાજના વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરાયા છે. સમાજમાં
શિક્ષણ અને સંસ્કૃતિ એકતા અકબંધ રહે તે માટે ઉમદા કાર્ય કરવા સમાજને એક તાંતણે બાંધી
સમાજ કેમ આગળ વધે તે તેમની પ્રબળ ઈચ્છા રહી હોવાનું અન્ય અગ્રણીઓએ જણાવ્યું હતું. કચ્છ
રાજ પરિવારના મોભી હનુમંતાસિંહ બાવા સાહેબ, પૂર્વ કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ સુરુભા જાડેજા,ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રાસિંહ જાડેજા, જોરાવરાસિંહ રાઠોડ, પૃથ્વીરાજાસિંહ આર જાડેજા, રામદેવાસિંહ જાડેજા,
લક્ષ્મણાસિંહ એ. સોઢા, કુલદીપ સિંહ જાડેજા મેઘુભા ભાઈ એન ઝાલા, ચંદુભા એ જાડેજા, હમીરજી કે જાડેજા, કચ્છ કરણી સેનાના પ્રમુખ મધુભા એમ
જાડેજા, દિલીપાસિંહ એન જાડેજા ભાણજીભા એમ સોઢા, હરેશ સિંહ એન જાડેજા, શૈલેન્દ્રાસિંહ પી જાડેજા,
જીત માલજી એસ જાડેજા,
અમરસંઘ એસ સોઢા , ભીખુભા બી ગોહિલ,
લક્ષ્મણાસિંહ સોઢા, જનકાસિંહ જાડેજા, જીલુભા રેવુંભા જાડેજા તેમજ જિલ્લાના
હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આરંભમાં કેસરી ગઢવી બાઈક અને કાર સાથે શોભાયાત્રા નીકળી
હતી રાજવી ઠાઠમાં શહેરના બસ સ્ટેશન સહિતના મુખ્ય વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી. ભૂમિ
પૂજન સ્થળે શસ્ત્ર પૂજન કરાયું હતું . માર્ગ માટે વિવિધ સમાજના આગેવાનોએ ધારાસભ્ય વીરેન્દ્ર
સિંહ જાડેજા અને શોભાયાત્રા નું સન્માન કર્યું હતું . નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ
એ નગરસેવકો સાથે સન્માન કર્યું હતું. ભુમી પુજનની વિધિ હરેશભાઈ જોષી સહીતના બ્રાહ્મણોએ
કરાવી હતી.