અંજાર, તા. 10 : શહેરના નવનર્મિત એસ.ટી ડેપો
અને વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 4.85 કરોડના ખર્ચે આ સુવિધા વિકસાવવામાં આવી છે. રાજયના ઉચ્ચ અને ટેકનીલક શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ નવી સુવિધાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું વર્તમાન
સમયમાં રાજ્યમાં પરિવહન સેવાઓ વધુ સુદઢ બની છે. નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાત રાજ્યની
શાસન ધુરા સંભાળી ત્યારે તેમણે પરિવહનને વધુ સુગમ અને સુવિધાસભર બનાવ્યું હતું, વર્તમાન સમયમા મુખ્યમત્રી ં ભૂપેન્દ્રભાઇ પટેલના
નેતૃત્વમાં પરિવહન સેવાને નવા કલેવર સાથે વધુ સુવિધા સંપન્ન બનાવવામાં આવી છે. અને તેથી
નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,
આજે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ નવનર્મિત એસ.ટી
ડેપો અને વર્કશોપના લોકાર્પણથી ગુણાત્મક સેવામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકો
તેમજ કર્મયોગીઓને ગુણાત્મક પરિવર્તન લાવવા સકારાત્મક અભિગમ સાથે ભૂમિકા ભજવવા અપીલ
કરી હતી. તેમણે જણાવ્યું વડાપ્રધાનના ઁ સફળ કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઇ
રહી છે, ત્યારે આ ગૌરવદિનને થયેલું લોકાર્પણ સ્મૃતિરૂપ બની રહેશે. આ વેળાએ અંજાર સુધરાઈ પ્રમુખ પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, અંજાર પાલિકા ઉપપ્રમુખ પરેશ માલસત્તર, અંજાર પાલિકા કારોબારી
ચેરમેન પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરેશ થારૂ,
આશીષ ઉદવાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ,
વસંત કોડરાણી, ડેની શાહ સહિતના અગ્રણીઓ ઇન્ચાર્જ વિભાગીય નિયામક વી.એલ.ચૌધરી,
મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસરશ્રી તુષારભાઇ
ઝાલરીયા તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.