• ગુરુવાર, 28 મે, 2026

નખત્રાણાના લોકોને સતાવતા પ્રશ્નો વેળાસર ઉકેલાશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 27 : નખત્રાણા નગરપાલિકા ખાતે વેપારી મંડળ દ્વારા બજારમાં નિયમિત સફાઈ સાથે લોકોને સતાવતા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. નવા વરાયેલા નગરપતિ વસંતભાઈ વાઘેલા, ઉપનગરપતિ દમયંતીબેન સેંઘાણી, કા.ચેરમેન ચંદનસિંહ રાઠોડ તેમજ ભાવિન સેંઘાણીનું સન્માન વેપારી મંડળે કર્યું હતું. વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ નગરપાલિકાના નવા વરાયેલા હોદેદારોના અભિવાદન સાથે બઝારમાં સફાઈ માટે પુરતી કાળજી રાખવા વેપારીઓના સમય પ્રમાણે સફાઈ સાથે ફ્લડ લાઈટોની માગણી સાથે અગાઉ આપેલા આવેદનમાં 20 મુદ્દા સામાન્ય સભામાં મૂકવા ચીફ ઓફિસરને ભલામણ કરી હતી. નગરપતિ વસંતભાઈ વાઘેલાએ શહેરના સર્વાંગી વિકાસ માટે કમર કસાશે. સફાઈ અંગે આવનારા દિવસોમાં સફાઈ કામદારોની બેઠક બોલાવશે. સ્ટાફની ઘટ પૂરવા સાથે ત્રણ વર્ષમાં થયા છે એનાથી વિશેષ વિકાસકામો થશે. ગટર, પાણી, સફાઈ બાબતોને અગત્યતા અપાશે. કારોબારી ચેરમેન, ચંદનસિંહ રાઠોડે આખલા પકડવાની કાર્યવાહી હાથ ધરવા સાથે વથાણમાં જે શૌચાલય છે તેને પે એન્ડ યુઝ શૌચાલય બનાવવા, મેઈન બજારમાં વેપારીઓને સાથે રાખીને ચાર-પાંચ ડસ્ટબીન રાખવામાં આવશે. લાલજીભાઈ રામાણીએ સ્મશાન માટે ખૂટતી કડીઓથી વાકેફ કર્યા હતા. ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધાણીએ સફાઈ માટે યોગ્ય કરવા સેનેટર ઓફિસરને ભલામણ કરી હતહી. ઉપનગરપતિ દમયંતીબેન સેંઘાણી, સાશક પક્ષના નેતા સવિતાબેન દરજી, નગરસેવકો શિવાભાઈ પલણ, હિરેનભાઈ ભટ્ટ, હાર્દિક સોની, મુસાભાઈ કુંભાર, મહામંત્રી અરવિંદ રૈયાણી, ડાયાલાલ સેંઘાણી, દીપક ગોસ્વામી, કિશોર સોની, નિલેશ બાવળ, જયેશ સોની, ફકીર મામદ એસ. ખત્રી, અશોક ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. 

Panchang

dd