મુંદરા, તા. 26 : અદાણી ગ્રીન એનર્જી લિ.ની સી.એસ.આર. પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન
કચ્છના દૂરના સીમાડે આવેલા ખાવડા અને બન્ની વિસ્તારમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે
`પ્રોજેક્ટ ઉત્થાન' નામનો કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેમાં આ વિસ્તારની 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સામેલ કરવામાં આવી છે, જેથી અહીંના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે.દરેક
શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો માટે ખાસ
ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને દીકરીઓના અભ્યાસ અને સલામતીને ધ્યાનમાં
રાખીને મહિલા શિક્ષિકાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણની સાથે વાલીઓને પણ જાગૃત કરવું જરૂરી છે,
એટલે દર અઠવાડિયે ઉત્થાન સહાયક ઘર-ઘરે જઈને વાલીઓને મળે છે, તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે. શાળાનું વાતાવરણ આનંદમય બને તે માટે દરેક
શાળામાં સંગીતનાં સાધનો આપવામાં આવ્યાં છે. દરેક શાળામાં લાયબ્રેરી ઊભી કરવામાં આવી
છે. અભ્યાસમાં મદદ થાય તે માટે નોટબુક્સ, બોર્ડ પરીક્ષા વખતે
પરીક્ષા કિટ અને રમતગમત માટે સ્પોર્ટસ કિટ આપવામાં આવે છે. શાળાઓને સુંદર બનાવવા માટે રંગરોગાન, બાલા
પેઇન્ટિંગ, પેવરબ્લોક, શેડ, આરઓ પ્લાન્ટ અને રિનોવેશન કરવામાં
આવ્યું છે. સરકારના `ગ્રીન સ્કૂલ' કોન્સેપ્ટને અનુરૂપ તુગા અને ભીરંડિયારાની શાળામાં
3100થી વધુ વૃક્ષ વાવીને `અદાણી વન' બનાવવામાં આવ્યું છે. બાળકોને દેશ અને દુનિયા
સાથે જોડવા મુંદરા ખાતે અદાણી પોર્ટ, પાવર પ્લાન્ટ અને સોલર પાર્કની
મુલાકાત લેવડાવવામાં આવે છે, જેથી તેમની આંખો ખુલ્લી થાય અને
મનમાં મોટાં સપનાં જાગે.