કાઠડા (તા. માંડવી), તા. 18 : પ્રભુનાં
નામસ્મરણ સાથે કાયમ જીવસેવા એ જ પ્રભુસેવાને જીવનમંત્ર બનાવી, સેંકડો ગાયોની સેવા સાથે ભજન-ભક્તિ અને ભોજનથી
ધૂણો પ્રજ્વલિત રાખનારાં આશામા તથા સેવકગણ દ્વારા અબડાસા તાલુકાનાં મોથાળા ગામે સીમાડા
વિસ્તારમાં આવેલાં કેસરિયાધામ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી ધાર્મિક કાર્યક્રમોમાં
કરાઈ હતી. પ્રારંભે વહેલી સવારે આશામા દ્વારા હનુમાન પૂજન તથા મધ્યાંતર બાદ હરિભાઈ
ગઢવી, સામરાભાઈ ગઢવી, જયેશભાઈ ચૌહાણ,
ભીમશીભાઈ ગઢવી દ્વારા સંતવાણી યોજાઈ હતી. સાંજે મહાપ્રસાદ બાદ બીરજુ
બારોટ, જયદેવ ગુસાઈ દ્વારા સંતવાણીના સૂર રેલાવતાં સાથે સાહિત્યરસમાં
જણાવ્યું હતું કે, ભજનના બે પ્રકાર રાગધારી અને વૈરાગી અને જેને
પણ પ્રભુનામ સાથેનો વૈરાગ લાગી જાય તેનો તાર પ્રભુથી જોડાઈ જાય છે, જેથી ભજન સાથે જોડાઈ રહેવા કહ્યંy હતું. કાર્યક્રમમાં
આશામાની ઉપસ્થિતિમાં સંતો અર્જુનનાથજી બાપુ, હરિસંગજીદાદા, સેવાનાથ, શ્લોકનાથ,
સુરેશદાસ બાપુ, અમૃતગિરિ, ભરતદાદા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,
અબડાસા તા.પં.ના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, પૂર્વ
ચેરમેન મેસોજી સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ બાનાયત, દેવાંગભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, મહાદેવભાઈ આહીર સહિત અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી,
મુંદરા સહિતના તાલુકાભરના સેવકો જોડાયા હતા. વ્યવસ્થા માતાજીના સેવકોએ
સંભાળી હતી. સ્ટેજ સંચાલન નારાણભાઈ ગઢવીએ કર્યું હતું.