• શનિવાર, 19 એપ્રિલ, 2025

શહેરના ઐતિહાસિક વારસાનાં જતન માટેની ઉદાસીનતા દૂર કરો !

નરેશ અંતાણી દ્વારા : ભુજ, તા. 17 : કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ રહ્યું હોય છે. આથી તેનાં જતન અને સંરક્ષણ પ્રત્યે સમાજમાં  જાગૃતિ આવે એ માટે 18મી એપ્રિલના દિવસને `િવશ્વ વારસા દિન' તરીકે ઊજવવા નવેમ્બર 1983માં મળેલી યુનેસ્કોની સામાન્ય સભાનાં રરમા સત્રમાં  ઠરાવ કરાયો અને ત્યારથી આજના દિવસને વિશ્વ વારસા દિન તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી માટે યુનેસ્કોએ `સંસ્કૃતિનું સંરક્ષણ' એ થીમ સાથે તેની ઉજવણી કરી આપણી સાંસ્કૃતિક  ધરોહરને બચાવવા સહિયારા પ્રયાસો કરવા લોકજાગૃતિ કેળવવા અનુરોધ કરાયો છે.કચ્છની હડપ્પીય વસાહત ધોળાવીરાને વિશ્વ ધરોહર તરીકે સ્થાન અપાયા પછી ધોળાવીરા સહિતનાં કચ્છનાં સ્મારકો વિશ્વના પ્રવાસીઓનાં ધ્યાનનું કેન્દ્ર બન્યાં છે, આમ છતાં આ સ્મારકો પ્રત્યે તંત્ર તથા લોકોની ઉદાસીનતા ઊડીને આંખે વળગે છે. આજે પણ કેટલાંય સ્મારકો નધણિયાતી હાલતમાં અસુરક્ષિત રીતે ઊભાં છે. આ સરહદી જિલ્લાના રાજ્યના પુરતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકો  અસુરક્ષિત છે. આ દિશામાં આ વિભાગને ઢંઢોળવા પ્રજાકીય પ્રતિનિધિઓ પહેલ કરે, એ જરૂરી બન્યું છે. રાજ્યના પુરાતત્ત્વ વિભાગની કચેરી પાસે પૂરતો  સ્ટાફ જ નથી અને હાલે તો આ વિભાગની વર્તુળ કચેરી ખુદ કચ્છ સંગ્રહાલય હસ્તકનાં ઓફ્રેડ હાઈસ્કૂલનાં  ભવનમાં  હંગામી ધોરણે ખસેડવામાં આવી છે.  તેની કચેરીનું નવવિર્માણ કરવામાં આવશે, પણ પૂરતાં મહેકમ વિનાનું નવું ભવન શા કામનું એવો સવાલ પણ પુરાતત્ત્વરસિકો કરી રહ્યા છે. તો, ઓફ્રેડ હાઈસ્કૂલનાં ભવનમાં પ્રાદેશિક સંગ્રહાલય બનાવવાની યોજના  માટે કચ્છની ઐતિહાસિક હાઈસ્કૂલનું ભવન કચ્છ સંગ્રહાલયને સોંપાયું. તેમાં કેટલુંક કાર્ય શરૂ પણ કરાયું, પરંતુ આજે બે દાયકા પછી પણ આ ભવન જાહેર જનતાને જોવા માટે ખોલવામાં આવ્યું નથી. ભુજ શહેરનાં સ્મારકો જૂની કોર્ટનું ભવન, નાનીબા પાઠશાળા, વૃજભાષા પાઠશાળાનું ભવન, જૂની શાક માર્કેટ, જમાદાર ફતેહ મહમદનું ખોરડું, ખાસ જેલ સહિતનાં સ્મારકોની હાલત આજે જર્જરિત છે. આ સ્મારકોને વેળાસર સાચવી લેવામાં નહીં આવે તો  એ ક્યારે નષ્ટ થઈ જશે, એનો આપણને ખ્યાલ પણ નહીં આવે! આ સ્મારકો પૈકી કેટલાંક મહત્ત્વનાં સ્મારકો કે જેની હાલત દિનપ્રતિદિન વધારે ને વધારે ખરાબ થતી જાય છે, તેની જાળવણીની ખાસ આવશ્કતા છે. તેની વિગત નોંધીએ. - જમાદાર ફતેહ મહમદનાં ખોરડાંની રાવ કોણ સાંભળશે ? :  ભુજ શહેરનાં પાટવાડી નાકાં બહાર આવેલાં કલા સંસ્કૃતિ, શિલ્પસ્થાપત્ય સભર અને કચ્છના ભવ્ય ભૂતકાળના મૂક સાક્ષી એવાં જમાદાર ફતેહ મહમદનાં ખોરડાંની ર001ના ધરતીકંપ પછી અણમોલ સ્થાપત્યની જાણે દશા બેઠી છે એવી નધણિયાતી હાલતમાં હાલે તે નિ:સહાય ઊભાં છે. આસપાસ ગીચ ગાંડા બાવળે  તેને ભરડામાં લીધાં છે. તેની દશા જોઈ દરેક સ્થાપત્યપ્રેમી દુ:ખી થાય છે. કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા  જમાદાર ફતેહ મહમદ પોતાનાં જીવનના અંત સુધી કચ્છના વહીવટી શાસક રહ્યા હતા.  6 ઓક્ટોબર, 1813ના તેમનું અવસાન થતાં ખોરડું શાસકવિહોણું બની ગયું. હાલે કચ્છના ઈતિહાસના અનેક ચડાવ - ઉતારની સાક્ષી આ ઈમારત તદ્દન ખંડેર હાલતમાં પડી રહી છે. તેના જીર્ણોદ્ધાર માટે  જિલ્લાનાં વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત કરાયેલી રજૂઆત બહેરા કાને અથડાઈ છે. તંત્ર દ્વારા તેની કોઈ દરકાર લેવામાં આવી નથી. આજે આ ખોરડું તદ્દન અવાવરુ હાલતમાં બાવળનાં ઝૂંડ વચ્ચે ઘેરાઈ ગયું છે, જેથી રાત્રિના ભાગે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી રહે છે. હકીકતમાં આ સ્થાનને પર્યટક સ્થાન બનાવી શકાય એમ છે. આ માટે સૌપ્રથમ આ ખોરડાંને રાજ્યનાં પુરાતત્ત્વ ખાતાં દ્વારા રક્ષિત જાહેર કરવાની પ્રક્રિયા કરવી અત્યંત જરૂરી છે. ખોરડાંને અંદર તથા બહારથી સુરક્ષિત બનાવવા જરૂરી હોય તેટલી મરામત કરી અંદરની વીજળી વ્યવસ્થા સુચારુ કરવી જોઈએ, જેથી અંદર જનારા પ્રવાસી આખાંય ખોરડાંની અંદરની કાષ્ટકળાને મનભરી જોઈ - માણી શકે. ખોરડાંની બહારનાં સંપૂર્ણ પરિસરની સફાઈ કરી નાનો એવો બગીચો તૈયાર કરી બાકીની જમીનના ભાગમાં પેવર બ્લોક પાથરી તેની કમ્પાઉન્ડની દીવાલને નવેસરથી બનાવી સંપૂર્ણ પરિસરને રમણીય બનાવવું જોઈએ. સાંજના કે રાત્રિના ભાગમાં પણ આ પરિસર શોભાયમાન બની શકે તે માટે બહારના ભાગે સુંદર લાઈટિંગ વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી આખાંય પરિસરની શોભામાં વધારો કરી પ્રવાસીઓ માટે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવી  શકાય એમ છે.  જો આમ કરવામાં આવે તો ભુજ શહેરનાં એક અણમોલ નજરાણાંને નષ્ટ થતું બચાવી અને પ્રવાસીઓનાં આકર્ષણમાં પણ એક વધારો કરી શકીશું. - ભુજની જ્યુબિલી હોસ્પિટલનું ભવન સુરક્ષિત ક્યારે બનશે ? : બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયા, જેમને તે સમયે `કૈસરે હિન્દ' તરીકે ઓળખવામાં આવતાં, તેમનાં શાસનને પ0 વર્ષ પૂરાં થતાં તેની કચ્છ રાજ્ય દ્વારા તા. 16 તથા 17  ફેબ્રુઆરી, 1887ના દિવસે ઉજવણી કરવામાં આવી હતી. મહારાણી વિક્ટોરિયાના પ0મા શાસનવર્ષની યાદમાં ભુજમાં જ્યુબિલી હોસ્પિટલનાં ભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેને `જ્યુબિલી હોસ્પિટલ' નામ આપવામાં આવ્યું. આ ભવન ર001ના ધરતીકંપમાં નષ્ટ થયા પછી આજે અઢી દાયકા પછીય  જેમનું તેમ એ ધરતીકંપની યાદ અપાવતું ઊભું છે. તેનાં નવનિર્માણ કે તેને સુરક્ષિત બનાવી એક સ્મારક તરીકે સાચવવાનો વિચાર તંત્ર કરે એવી આશા  આજના દિવસે  રાખીએ. આમ, કચ્છના પ્રવાસન વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહેલાં  સ્મારકોની જ જાળવણી  માટે  તંત્ર અને આમજનતા જાગૃત નહીં બને તો આ અણમોલ વારસો કાળની ગર્તામાં ક્યારે વિલીન થઈ જશે, એની ખબર પણ નહીં પડે. આમ, કચ્છના પ્રવાસન વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહેલાં  સ્મારકોની જ જાળવણી  માટે  તંત્ર અને આમજનતા જાગૃત નહીં બને તો આ અણમોલ વારસો કાળની ગર્તામાં ક્યારે વિલીન થઈ જશે, એની ખબર પણ નહીં પડે. - જૂની કોર્ટનાં ભવનમાં `સ્વામી વિવેકાનંદ મેમોરિયલ'નું સ્વપ્ન ક્યારે સાકાર થશે: ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરનારા યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદે  પોતાનાં ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતનાં ત્રીસ જેટલાં સ્થાનોની મુલાકાત લીધી હતી, જેમાં કચ્છમાં ભુજ, માંડવીમાતાના મઢનારાયણ સરોવરનો પણ સમાવેશ થાય છે.  આ સ્થાનોને પ્રવાસન સ્થાન તરીકે જાળવવા રાજ્ય સરકારે  નિર્ણય છેક ર0રરમાં લીધો હતો. ભુજમાં તેઓ જે સ્થાને રહ્યા હતા, એ જૂની જિલ્લા કોર્ટનું ભવન કે જે સ્વામીજી આવ્યા ત્યારે કચ્છ રાજ્યના દીવાનનું સત્તાવાર નિવાસસ્થાન હતું. આ ભવનને પણ ધરતીકંપમાં વ્યાપક નુકસાન થતાં આ સ્થાનને રૂા. 11 કરોડના ખર્ચે નવનિર્માણ કરી તેને `સ્વામી વિવેકાનંદ સ્મારક' તરીકે જાળવી રાખવા અને તેમાં `સ્વામી વિવેકાનંદ મેમોરિયલ' બનાવવા રામકૃષ્ણ મઠને સોંપવાનો  નિર્ણય રાજ્ય સરકારે  લીધો હતો, પરંતુ આજે ત્રણ વર્ષ પછી પણ આ ભવનનાં નવનિર્માણ માટેની કોઈપણ કામગીરી આરંભાઈ નથી અને એક સ્મૃતિભવન વધારે અસુરક્ષિત બનતું જાય છે. આ ભવનનું નવનિર્માણ ત્વરિત થાય અને તેમાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલનું  સ્વપ્ન જલદીથી સાકાર થાય એવી અપેક્ષા આજના દિવસે સહેજે રહે 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd