માંડવી, તા. 17 : જીવદયા કાજે માંડવી ચેમ્બર
ઓફ કોમર્સ દ્વારા ઉનાળામાં અંગ દઝાડતી લૂ અને તાપ વચ્ચે સારા વરસાદ છતાં જંગલમાં-રખાલોમાં-
મેદાનોમાં-ખેતરો અને તેના સેઢે ઘાસ બળી ગયું, એક તણખલું પણ બચવા પામ્યું નથી. આવા સંજોગોમાં માંડવી ચેમ્બરે એક મહિનો વહેલું
નીરણ કરાવવાની ટહેલ નાખતાં નીરણ શરૂ કરી નાખ્યું. ચેમ્બર ઓફ કોમર્સ માંડવીની ટહેલને
સહયોગ સાંપડી રહ્યો છે. બે દિવસ દરમ્યાન ચાર ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર ગામડાંના ખેડૂતો
પાસેથી રૂપિયા ચાર લાખ જેવી મોટી રકમ આવી ગઇ હતી. દાનની રકમનો ચેક આપવા હાલાપર ગામના
આગેવાનો તથા ખેડૂતો છગનભાઇ હરિયા, સતીશભાઇ ગડા, જેન્તીભાઇ ગડા, નરેન્દ્રભાઇ હરિયા, માંડવી ચેમ્બરના ટ્રસ્ટી શાંતિલાલ મારૂ, ખેડૂત અગ્રણીઓ
મયૂરસિંહ ઝાલા, દેવચંદ મહેશ્વરી, ગોવિંદ
ગઢવી, ચાંદુભા જાડેજા- કોકલિયાએ પ્રમુખ વાડીલાલ દોશી,
નવીનભાઇ બોરીચાને ચેક અર્પણ કર્યો હતો. વર્ષોથી દાન અપાવતા પૂર્વ નગરપતિ
રસિકભાઇ દોશી હાજર રહ્યા હતા.