માંડવી, તા. 17 : અહીં સ્વ. મણિબેન પ્રેમજી કારાણી
મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શિશુ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ, કચ્છ યુવક સંઘ અને વિદ્યાભારતીના સંયુક્ત ઉપક્રમે
જીવનજ્યોત બ્લડ બેન્ક ભુજ અને મયૂર લેબોરેટરીના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં
50 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું
તેમજ રકતદાન સંબંધે જાગૃતિ અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરવા હાકલ કરાઇ
હતી. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય કરાયું હતું. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.
કે.જી. વૈષ્ણવ, કચ્છ યુવક સંઘના પ્રમુખ
પંકજભાઇ શાહ, સંઘના નગર સંચાલક શાંતિલાલ ગણાત્રા, વિદ્યાભારતી પ્રધાનાચાર્ય ધર્મેશભાઇ જોશી, શિશુ મંદિરના
વડા હીરજીભાઇ કારાણી, કથાકાર અશ્વિનભાઇ શાત્રી, સામંતસિંહજી સોઢા, નરોતમભાઇ ધોળુ, પ્રોજેક્ટ ચેરપર્સન નીતાબેન વૈષ્ણવ ઉપસ્થિત
રહ્યા હતા. કચ્છ યુવક સંઘ-મુંબઇ દ્વારા સ્મૃતિચિહ્ન તરીકે ગોગલ્સનું વિતરણ કરાયું હતું.
કુલ 50 યુનિટ રક્તદાન થયું હતું. આઇ.એમ.એ.
પ્રમુખ ડો. નિલેશ નાયક, ડો. રામજિયાણી,
પૂર્વ પાલિકા પ્રમુખ સુજાતાબેન ભાયાણી, અરવિંદભાઇ
ગઢવી, ગીતાબેન રાઠોડ, વિજયભાઇ ચૌહાણ,
ઉદય ઠાકર, કૈલાસ ઓઝા, રણજિતસિંહ
જાડેજા, ચેતનભાઇ જોશી, હિંમતસિંહ જાડેજા,
કિશોરભાઇ દરાડ, બળવંતસિંહ ઝાલા, નીતિન ચાવડા, રાજેશ કષ્ટા, પરીન
વાઝા, રશ્મિ સોની, ઉદય ધકાણ વિ. સહયોગી
રહ્યા હતા. આભારવિધિ મંત્રી મુકેશભાઇ સોલંકીએ કરી હતી.