• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

આદર્શ ભક્ત સાથે રાષ્ટ્ર ભક્ત બનો

ભચાઉ, તા. 25 : કચ્છને અમદાવાદ સાથે જોડતા ટૂંકા અંતરના માર્ગ ઉપર ધ્રાંગધ્રા ખાતે  આવેલાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે ઘનશ્યામ  મહારાજના  નવમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા  હતા. આ સંસ્કાર ધામમાં કચ્છના અને ખાસ કરીને ભચાઉ તાલુકાના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુકયા છે અને કરી  પણ રહ્યા છે. વકતા અને ગુરૂકુળના સ્થાપક   રામકૃષ્ણ સ્વામીએ જીવનમાં  ધર્મનું મહત્વ, ભારતીય પરંપરાની જાળવણી  અને આદર્શ ગુરૂ આશ્રમના સદવિચારો આપ્યા હતા તેમજ આદર્શ ભક્તની સાથે રાષ્ટ્ર ભકત બનવા પણ હાકલ કરી  હતી. કાર્યક્રમના સંચાલક કમલેશ ભગતે વિગતો આપતા કહ્યું હતુ કે, આ સંસ્થાનો પાયો 1998માં જમીન ખરીદી સંતો ભજન, ભક્તિ કરતા હતાં. સંત નિવાસ, પ્રાર્થના મંદિર, યજ્ઞશાળા, વિદ્યાર્થી હોલ, શાળા સંકુલ, ભોજનશાળા, હરિભક્તો માટે વિશ્રામ ગૃહ, રમત ગમતનું મેદાન, લાયબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. શિક્ષણ સાથે 30 કરોડના ખર્ચે  100 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ બની રહી છે. આ હોસ્પિટલ કચ્છીઓને પણ ઉપયોગી થશે. ગૌશાળામાં 170 જેટલી ગાયનું જતન થાય છે. આ પ્રસંગે કથાની સાથે શ્રીજી મહારાજના વખતમાં  ડભાણમાં જે યજ્ઞ થયો તે તેવો જ યજ્ઞ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયો  હતો. આ પ્રસંગે ભકત વત્સલ સ્વામીએ સમાજમાં સારા વિચારો ફેલાય અને સામાજિક રીતે લોકોમાં વિશેષને વિશેષ શાંતિ સ્થપાય, કુટુંબ ભાવના વધે, મોબાઈલનું વ્યસન દુર થાય તેવા આશિષ આપ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં  75 બોટલ રકત એકત્ર થયું હતું તેમજ 11000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું.  બાળમંચમાં  અનેક બાળકોને વૈદિક સંસ્કૃતિ જ્ઞાનની સમજ આપવામાં આવી હતી.  જયગો યુવા મંચમાં 1100 વિદ્યાર્થી ઉપરાંત  400થી વધુ ભુતપુર્વ વિદ્યાર્થીએ  પોતાના જ્ઞાન અનુભવ રજુ કર્યા હતાં. શાકોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં હિરાનગરી  સુરતના  નગર શેઠ, કર્ણની ભુમિના દાતા અરજણભાઈ ધોળકિયા આર.એસ.એસ.ના પશ્ચિમ વિભાગના સંઘ ચાલક ડો. ભાડેસીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ, વિધાનસભાના દંડક  જગદીશભાઈ મકવાણા, અમેરીકાથી ગુણવંતભાઈ, ધ્રાંગધ્રા સુધરાઈ પ્રમુખ  કુલદિપસિંહ ઝાલા, માજી મંત્રી આઈ.કે. જાડેજા, ચંદુભાઈ સીહોરી, કીરીટસિંહ વિગેરેએ સંસ્થાની પ્રવૃતિને બિરદાવી હતી.  અન્ય સંતોમાં નિત્યપ્રકાશ સ્વામીભકતવત્સલ સ્વામી, વિશ્વમંગલ સ્વામીમાધવપ્રિય સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, વિવેકસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞકુંડમાં સવારે અને બપોરે  અખંડ હોમાત્મક  યજ્ઞ કરાય છે. શાત્રી સુનિલ મહારાજ દ્વારા યજ્ઞ કરાવાય છે. સંસ્થાને 25 વર્ષ પુર્ણ થાય છે તે નિમિતે  જાન્યુઆરી 2026માં  દિવ્ય જનમંગલ  મહોત્સવ ઉજવાશે તેના ટાઈટલનું અનાવરણ કરાયું હતું. શાકોત્સવના યજમાન  રાજેશ રસિકભાઈ ચંદારાણા   (એપોલો ટાયરવાળા)નું સન્માન કરાયું હતું. સંતો સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd