• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

આજથી સુપર આઠનો રોમાંચક જંગ

કોલંબો, તા. 20 : ટી-20 વર્લ્ડ કપ-2026ના સુપર-8 રાઉન્ડની પહેલી મેચમાં ગ્રુપ-બેના પ્રારંભિક મેચમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટક્કર થશે. આ મેચમાં કિવીઝ બેટર્સ સામે પાક. ટીમની સ્પિન વિવિધતાનો સામનો કરવાનો પડકાર રહેશે જ્યારે પાક. બોલર્સ સામે કિવીઝના પાવર હિટર્સ પર અંકુશ મૂકવા કમર કસવી પડશે. જો કે, વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના બેટર્સ નોંધપાત્ર દેખાવ કરી શકયા નથી. ઓપનર ટિમ સિફર્ટ અને ફિન એલને મળીને ત્રણ અર્ધસદી કરી છે. તેમના પર કિવીઝ ટીમનો બેટિંગ ભાર વધુ રહેશે.  આ વખતે ન્યૂઝીલેન્ડના મધ્યક્રમના બેટધરો ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલ પણ ધાર્યો દેખાવ કરી શકયા નથી. રચિને ચાર મેચમાં 72 રન કર્યા છે. જેમાં પ9 રન કેનેડા સામે છે. ન્યૂઝીલેન્ડ ટીમ આ સ્પર્ધામાં પહેલીવાર કોલંબોમાં રમશે. બીજી તરફ પાક. ટીમનો પ્રારંભથી અહીં પડાવ છે, જે તેને ફાયદો અપાવી શકે છે.  પાકિસ્તાનના સ્પિનર ધીમી પીચ પર સારા અસરદાર રહે છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પીચ તેમને માફક આવી શકે છે. જો કે, ન્યૂઝીલેન્ડ પાસે પણ મિચેલ સેંટનર અને ઇશ સોઢીના રૂપમાં સારા સ્પિન બોલર છે. પાક. ટીમને ફરી એકવાર શાહબઝાદા ફરહાન પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. તે સર્વાધિક 220 રન કરી ચૂકયો છે. બાબર આઝમ માટે આ ફોર્મેટમાં છાપ છોડવાનો હવે અંતિમ મોકો બચ્યો છે. પાક. ઇલેવનમાં ફાસ્ટ બોલર શાહિન અફ્રિદીની કદાચ વાપસી થઇ શકે છે.  

Panchang

dd