નખત્રાણા, તા. 20 : તાલુકાના ત્રિકમસાહેબ મંદિર
(કોટડા જ.) માર્ગમાં તાલુકા કક્ષાએ 50 લાખના ખર્ચે કોલી સમાજવાડીનું ખાતમુહૂર્ત તથા ખારડિયાથી નાની
ગોધિયાર માર્ગ 226.82 લાખના ખર્ચે રસ્તાકામોનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાના
અતિથિપદે કરાયું હતું. ભવિષ્યમાં નાના સમાના વિકાસ માટે વધુ કાર્યો કરવાની ખાતરી અપાઈ
હતી. અબડાસા વિધાનસભા વિસ્તારમાં જરૂરતમંદ સમાજો માટે સમાજવાડી, શૈક્ષણિક, આરોગ્ય,
વિવિધ સરકારી યોજના સહિત અનેક વિકાસકામો થયાં છે અને હજુ બાકી વિકાસકામો
કરવાના હોવાનું કોલી સમાજવાડીના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું
હતું. સંકુલમાં વધુ 13 લાખના ખર્ચે
પાણીના બોર બનાવવા ગ્રાન્ટ ફાળવી ખાતમુહૂર્ત કર્યું હતું. સરકાર પાસે જરૂરી વિકાસકામો
માટે નાણાંની કમી નથી. શિક્ષણ ક્ષેત્રે પછાત કોળી સમાજના છાત્રો માટે નિ:શુલ્ક શિક્ષણ
માટે જી.એમ.ડી.સી. કોલેજમાં પ્રવેશ માટે ઈજન આપી ટ્રસ્ટી લાલજીભાઈ રામાણીએ ઉચ્ચશિક્ષણની
ભલામણ કરી હતી. ન.તા. ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણીએ સરકારે આ વિસ્તારમાં હરણફાળ વિકાસકામો કર્યા હોવાનું
જણાવ્યું હતું. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે વિકાસકામોની વિગતો આપી હતી. કાર્યક્રમમાં
રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ,
જિતેન્દ્રસિંહ જાડેજા, રિતેશ ગોસ્વામી,
ઉત્પલસિંહ જાડેજા, યોગેશ યાદવ, જયેન્દ્રસિંહ જાડેજા, શિવા પલણ, મુકેશ રાણવ, વસંતભાઈ વાઘેલા, મોહનભાઈ
મારૂ તેમજ ઈશ્વરભાઈ કોલી, દેવજીભાઈ, મહેન્દ્રભાઈ
કોલી, હરેશભાઈ શિવજીભાઈ, વિશ્રામભાઈ,
લધારામભાઈ, અલીભાઈ, ઈસ્માઈલ
કોલી, ભગવતીબેન, સવિતાબેન વિ. ઉપસ્થિત રહ્યા
હતા. ખારડિયાથી નાની ગોધિયાર માણિક સિદ્ધદાદા ચંદ્રનગર સુધીના માર્ગના 226.82 લાખના ખર્ચે થનારા રસ્તા કામોનું
ખાતમુહૂર્ત ગોધિયાર ગામે કરાયું હતું. જિ.પં. પૂર્વ આરોગ્ય ચેરમેન કરશનજી જાડેજાએ આવકાર
આપ્યો હતો. રાજ્યમાર્ગને સાંકળતા રસ્તા કામોથી સમય અને ઈંધણના ખર્ચમાં રાહત થશે. સરહદી
વિસ્તારના રસ્તા રાજ્ય હસ્તક લેવા કરાયેલી દરખાસ્ત મંજૂર થયેથી ડબલરોડ થઈ જશે તેવું
ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું. ઉપરાંત નિરોણા, ભૂખી, મથલ, નરા, ગજણસર સહિતના ડેમો નર્મદાનાં પાણીથી ભરાશે તેથી
ખેતી પશુપાલનને વેગ મળશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ સોઢા,
સરપંચ કલ્યાણસિંહ જાડેજા, નેતસિંહ ગેમરસિંહ,
સવાઈસિંહ, સી.આર. જાડેજા, જિતેન્દ્રસિંહ જાડેજા, રાજુભા જાડેજા, ઉત્પલસિંહ જાડેજા, હાસમભાઈ ઠેબા, વસંતભાઈ રાબડિયા, હોતખાન મુતવા, શૈલેશ મહારાજ, હરિસિંહ રાઠોડ વિ. ઉપસ્થિત રહ્યા હતા.