• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

આડેસરમાં દારૂ પકડવા ગયેલી પોલીસને મળી દેશી બંદૂક

ગાંધીધામ, તા. 20 : રાપરના આડેસરમાં દેશી દારૂ પકડવા ગયેલી પોલીસને વાડામાંથી દેશી બંદૂક મળી આવી હતી. આડેસરના જસાણીવાસમાં રહેનાર જુનેદ મુસ્તફા હિંગોરજા નામના શખ્સે હિંગોરજાવાસમાં પોતાના કબજાના વાડામાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ આ વાડામાં પહોંચી હતી. આ શખ્સને પકડી પાડી તેને સાથે રાખી દારૂ માટે તપાસ કરાઈ હતી, પરંતુ દેશીદારૂ ક્યાંય મળ્યો ન હતો. દરમ્યાન ઘેટાં-બકરાં માટે બનાવયેલા શેડ ઉપર રાખેલ ઘાસ હટાવી તે જોતાં ત્યાંથી દેશી બંદૂક મળી આવી હતી. આ શખ્સ પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. તેણે આ બંદૂક કેવા આશયથી રાખી હતી તેમજ કોની પાસેથી લાવ્યો હતો તે સહિતની બાબતો બહાર આવી નહોતી. 

Panchang

dd