અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : દીકરીઓની
સુરક્ષા માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લેતા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની
જાહેરાત કરી છે. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત કરાઇ છે અને આ માટે
નવું પોર્ટલ બનશે. છેતરાપિંડી અને લવ-જેહાદ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક
ચેતવણી આપી છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો કાયદાકીય કરાર
નથી, પરંતુ બે પરિવારોનું મિલન અને એક પવિત્ર સામાજિક
સંસ્કાર છે. છેલ્લા કેટલાક સમયથી આધુનિકતાના ઓઠાં હેઠળ છળકપટ,
ઓળખ છુપાવવી અને બળજબરી
પૂર્વકના લગ્નોના કિસ્સાઓએ સામાજિક ચિંતા જન્માવી છે. ખાસ કરીને લવ જેહાદ
અને બોગસ દસ્તાવેજો દ્વારા દીકરીઓને ફસાવવાના વધતા કિસ્સાઓ સામે ગુજરાત સરકારે
લાલ આંખ કરી છે. રગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006 માં સુધારાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નાયબ
મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક વેદના સાથે જણાવ્યું
હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને
કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ અસામાજિક તત્વો પોતાની
સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી દીકરીઓને પ્રેમની જાળમાં
ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે
આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં
એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી -કમ - મંત્રી દ્વારા સેંકડો નિકાહ સર્ટિફિકેટ
ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી
કરવામાં આવી છે. નવા સૂચિત નિયમોની મુખ્ય વિશેષતાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું
કે, ગુજરાત સરકાર દીકરીઓના સુરક્ષા કવચ સમાન જે ફેરફારો લાવી
રહી છે તેમાં મુખ્યત્વે માતા-પિતાની સામેલગીરી છે. લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને
જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે. આ નવા નિયમો અંગે
રાજ્યના નાગરિકો પાસેથી 30 દિવસ સુધી
વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં
રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરવામાં આવશે. લવ જેહાદ અંગે ચિંતા વ્યક્ત કરતા
તેમણે કહ્યું કે, ઓળખ છુપાવીને
થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. સનાતન પરંપરા અને ભારતની લગ્ન વ્યવસ્થાને
બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે,
કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર એવા હાલ કરશે
કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે. સરકાર તેની
સામે દાખલારૂપ કડક પગલાં લેશે.