• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભુજમાં આરંગેત્રમની પ્રસ્તુતિમાં ભરતનાટયમ નૃત્યનો સાર અપાયો

ભુજ, તા. 20 : ભુજની દિયા ચૌહાણે ટાઉનહોલ ખાતે ભરતનાટયમ આરંગેત્રમની પ્રસ્તુતિ કરી હતી. નુપૂર નૃત્ય સંસ્થાના નૃત્યગુરુ વૈશાલી સોલંકીનાં માર્ગદર્શન હેઠળ દિયા ચૌહાણ ચાર વર્ષની ઉમરથી ભરતનાટયમ નૃત્ય શીખી રહી હતી. બે વખત વર્લ્ડ રેકોર્ડ તથા 100થી વધુ એવોર્ડ તથા 100થી વધુ એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. બેંગકોક, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર જેવા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. માતા-પિતા હર્ષદા ચૌહાણ અને રાજેશ ચૌહાણનું પ્રોત્સાહન રહ્યું હતું. દિયા દ્વારા પુષ્પાંજલિ, અલ્લારીપુ, કીર્તનમ્ દશાવતાર, થોડાય મંગલમ, તિલ્લાના સહિત કૃતિ રજૂ કરાઈ હતી. સંગીતવૃંદ તરીકે નટુવાંગમ્માં વૈશાલીબેન, ગાયનમાં સોમૈયા નાંદિગુડી, મૃદંગમ પર દિનેશકુમાર, વાયોલિન પર રાકેશ મહીસુરી, વાંસળીવાદક કુમાર કૃષ્ણનમનો સાથ રહ્યો હતો. સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું. અર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ ભરતનાટયમ્ નૃત્યનો સાર આપ્યો હતો. કચ્છ યુનિવર્સિટીના  કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી, ગુર્જર ક્ષત્રિય સમાજના વિનોદભાઈ સોલંકી, સીએ ફર્મના ઈશ્વરભાઈ દેસાઈ, અતુલભાઈ દેસાઈ, ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા આઠવલે રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંક, સીમા જાગરણ મંચના હિંમતસિંહ વસણ, ભાજપ કચ્છ મહિલા પાંખના પ્રમુખ પારુલબેન કારા, પી.એમ. કુમાર, ડો. કિંજલબેન દવે, સુમા મોહન, સ્વાતિબેન સોમપુરા, ડો. નિરંજન ચૌહાણ તથા રાજ્યના દિગ્ગજ કલાગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd