• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ફેંસલો અમેરિકાનાં હિત વિરોધી, મારી પાસે બેકઅપ પ્લાન : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 20 : સુપ્રીમ કોર્ટના ફેંસલાની પ્રતિક્રિયા આપતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ નિર્ણય અમેરિકાનાં હિતોની વિરુદ્ધ છે. પત્રકાર પરિષદને સંબોધતાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ફેંસલાને ગેરકાનૂની ગણાવી નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભારે નિરાશાજનક ચુકાદો છે. ટેરિફ પર રોક મૂકી દેવાનો આદેશ દેશની અર્થવ્યવસ્થા માટે એક મોટો ઝટકો બની રહેશે, તેવું કહેતાં રાષ્ટ્રપતિએ એવો દાવો પણ કર્યો હતો કે, મારી પાસે બેકઅપ પ્લાન છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, મારું પ્રશાસન અમારા વેપાર એજન્ડાને આગળ વધારવા માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરશે. પૂર્ણ પ્રતિબંધ મૂકવા કે ખાસ દેશ સાથે વેપાર જ બંધ કરી દેવા જેવા ઉપાયો લાગુ કરી શકાય છે. 

Panchang

dd