• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ખડગ પર સ્થિર મૌનવ્રત, નિર્જલા તપસ્યાની પરંપરા અકબંધ

મોટી વિરાણી, તા. 30 : નવનાથ ચોર્યાસી સિદ્ધયોગિની ઉત્પત્તિની મચ્છેદરનાથ ગુરુ ગોણક્ષનાથજી સંપ્રદાય પરંપરા અને ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી ધીણોધર ડુંગરની પૂર્વ તળેટીમાં નાથસંપ્રદાય પરંપરાના સ્થાનક થાન જાગીરમાં પ્રતિ વર્ષે આશ્વિન નવરાત્રિના નવ દિવસ કાનફટા કાનમાં કુંડળધારી (દર્શન)  યોગી દ્વારા આશાપુરા માતાજીનાં મંદિરના ખડગ પર એક જ આસન પર સ્થિર મૌનવ્રત અને નિર્જલા તપસ્યાની પરંપરા અકબંધ રહી છે. આ પ્રસંગે ખડગ તપશ્ચર્યાના આરંભે પ્રથમ નવરાત્રિએ ગુરુવારે સવારે હોમહવન, ખડગધારી પૂજન-શોભયાત્રા બાદ પરંપરાગત મોકરશી જાડેજાના પંચો દ્વારા તપસ્વીને આસન અપાશે. મહાપ્રસાદ બાદ રાત્રે આરતી-પૂજન, ભજન, સંતવાણી યોજાશે. તા. 11-10ના શોભાયાત્રામાં તપસ્વીને મંદિર પરિસરના દર્શન બાદ પારણાં, જવેરા પ્રસાદ વિતરણ બાદ મહાપ્રસાદ યોજાશે. છેલ્લા બે વર્ષ સંપન્ન કરાયા બાદ સતત ત્રીજા વર્ષે પણ આકરી તપસ્યા કરવામાં આવશે. છેલ્લા દોઢ દાયકામાં યોગી મહંત સોમનાથજી ગુરુ હીરાનાથજી દ્વારા 12 વર્ષ સુધી આવી તપસ્યા કરાઇ હતી. આ વર્ષે પણ કચ્છભરમાંથી દર્શનાથીઓ થાન જાગીરમાં ઊમટશે તેવું જણાવાયું હતું. આ કાર્યક્રમાં પાંચાડા ગામો ગોધિયાર, ચંદ્રનગર, વંગ, ડાડોર, ભીમસર, હીરાપર, બિબ્બર, ખારડિયા, નિરોણા, દેવીસર, ઊલટ વિ. ગામોના સેવકો દ્વારા સહયોગ અપાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang