• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ધોરડો માટે ભારે મથામણ કરવી પડી છે

નિરોણા, તા. 16 : રણોત્સવ એ વડાપ્રધાન મોદી દ્વારા બન્ની માત્રને જ નહીં સમગ્ર કચ્છને મળેલી અણમોલ ભેટ છે.

હર હાલમાં શરૂ થશે

ભારે મથામણ કરવી પડી છે તેવું કહેતાં ધોરડોના અગ્રણી મિંયા હુસેન મુતવા જણાવે છે કે, રણોત્સવને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પ્રચાર-પ્રસાર માટે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારને નોતરવા પડયા છે. રણોત્સવના કારણે જી-20 દેશોની શિખર પરિષદનું સફળ આયોજન થયું છે. દેશના બેસ્ટ વિલેજ ટૂરિઝમનું બહુમાન પણ ધોરડોને પ્રાપ્ત થયું છે, ત્યારે રણોત્સવ હર હાલમાં શરૂ થશે.

એ વાત ગેરવાજબી

રણોત્સવ શરૂ થવાનો જ છે તેવી પ્રવાસન નિગમે વહેલામાં વહેલી તકે જાહેરાત કરી દેવી જોઇએ તેવું જણાવતાં હોડકો સ્થિત મહેફિલ-એ-રણ રિસોર્ટના સંચાલક સલામભાઇ હાલેપોત્રા જણાવે છે કે, રણોત્સવમાં મોટાભાગે દિવાળી વેકશન દરમ્યાન પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળે છે, ત્યારે ટેન્ટ સિટી, ક્રાફ્ટ બજાર અને આકર્ષણો એકીસાથે પહેલી ડિસેમ્બરથી શરૂ?થવા જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ટેન્ટ સિટી રણોત્સવનો એક ભાગ છે. રણોત્સવ ટેન્ટ સિટી નથી. વીતેલા વર્ષોમાં આ ટેન્ટ સિટી અને તેના સંચાલકો રણોત્સવના નામે પ્રસિદ્ધિ મેળવી માર્કેટિંગ કરે છે તે ગેરવાજબી છે.

અમે તો સજ્જ છીએ

ટેન્ટ સિટી હોય તો ભલે અને ન હોય તો પણ ભલે. અમે તો અમારે આંગણે પધારતાં મોંઘેરા મે'માનોને પરંપરાગત આતિથ્યભાવ આપવા સજ્જ છીએ, તેવું બન્ની પંથકમાં મારૂ (મેઘવાળ) સમાજના મોવડી અને ગોરેવાલી નજીક `રણકાંધી' નામના રિસોર્ટનું સંચાલન કરતા વીરાભાઇ આલાભાઇ મારવાડા કહે છે. બન્નીમાં રણોત્સવના પગરણ થયા પછી અત્યાર સુધી પંથકમાં 50 જેટલી કલાત્મક ગ્રામીણ હોટલો ઊભી થઇ છે, જે દરરોજ લગભગ 800થી 1000 જેટલા પ્રવાસીઓને સુવિધા આપવા સક્ષમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang