• બુધવાર, 22 મે, 2024

ચકાસણી બાદ કચ્છમાં 14 ફોર્મ માન્ય

ભુજ, તા. 20 : કચ્છ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારોએ ભરેલા 16 ફોર્મની ચકાસણી જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ચકાસણી દરમિયાન જિલ્લામાં કુલ ભરાયેલ 16 પૈકીનાં 14 ફોર્મ માન્ય રહ્યાં હતાં જ્યારે ભાજપ-કોંગ્રેસના બે ડમી ઉમેદવારનાં ફોર્મ રદ થયાં હતાં. ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત સોમવાર સુધી હોઈ કચ્છ બેઠક પર કુલ કેટલા મુરતિયાઓ ચૂંટણી જંગમાં રહ્યા તેનું ચિત્ર એ પછી સ્પષ્ટ થશે. ચકાસણી દરમિયાન ભાજપના વિનોદ ચાવડા, કોંગ્રેસના નીતેશ લાલણ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, હિન્દવી સ્વરાજ્ય દળ તેમજ ત્રણ અપક્ષ ઉમેદવારનાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હતાં. ચકાસણીની પ્રક્રિયા બાદ ભાજપ-કોંગ્રેસ મળી 10 ઉમેદવાર ચૂંટણીનાં મેદાનમાં બાકી છે. હવે સોમવાર સુધી કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચશે કે નહીં તેના પરથી ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ, મદદનીશ ચૂંટણી અધિકારી અને ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવ, નોડેલ ઓફિસર ટ્રેનિંગ મેનેજમેન્ટ અને જિલ્લા પુરવઠા અધિકારી અર્શ?હાશ્મી સહિત ઉચ્ચ અધિકારી તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang