• ગુરુવાર, 02 મે, 2024

400 પારના સંકલ્પને સાકાર કરવા ભાજપની અપીલ

ભુજ, તા. 19 : એક સમયનું કચ્છ હવે પ્રેમાળ અને રહેવાલાયક બની ચૂકયું છે. ઔદ્યોગિક વિકાસની સાથે ખેતી ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. બાગાયત ક્ષેત્રે પણ કચ્છ કાઠું કાઢી રહ્યો છે. એક સમયે આવડ -બાવળ-બોરડી અને રણ વિસ્તારને કારણે વિકાસથી વિહોણા રહેલા કચ્છની કેરી, તરબૂચ, ખારેક, સક્કરટેટી જેવા બાગાયતી પાકો દેશ-વિદેશમાં ખોબલે ખોબલે વેચાય છે. પર્યટન ક્ષેત્રે કચ્છ વિશ્વનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે એવું કચ્છ લોકસભાના ભા..પા.ના ઉમેદવાર વિનોદ ચાવડાએ અંજાર ખાતે જણાવ્યું હતું. અંજાર શહેર તથા તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટીના  કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. શ્રી ચાવડાએ અંજાર, રાપર અને ગાંધીધામમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી તથા અંજારમાં તેમની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને તેમના સમર્થકો ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.  ભચાઉ તાલુકાના કબરાઉ ગામે મોગલમાનાં દર્શન કરવા સાથે મોગલધામના મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા  હતા. કકરવા ગામે મહંત કેવલસાહેબ સમાધિ સ્થાનના દર્શન કર્યાં સાથે મંદિરના ગાદીપતિ છગનભાઇના પુત્ર કાર્તિકના લગ્નપ્રસંગે ઉપસ્થિત  રહ્યા હતા. અંજારમાં બાબા રામદેવપીર મંદિરે દર્શન કર્યાં અને ગાંધીધામમાં યોગ જાગરણ સમિતિ દ્વારા આયોજિત `યોગ અને ધ્યાન શિબિર' પ્રસંગે હાજરી આપી હતી. ચૂંટણી પ્રવાસ દરમ્યાન ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે બેઠક યોજી ઉપસ્થિત સૌ પાર્ટી હોદ્દેદાર, આગેવાનો અને ગ્રામજનોને `િવકસિત ભારત' અને `એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા એવમ `અબ કી બાર 400 પાર'ના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા અપીલ કરી હતી.  પ્રવાસ દરમ્યાન જિલ્લા ભા..પા. પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપ શાહ, લોકસભાના સંયોજક ઉપેન્દ્ર ઉપાધ્યાય, અંજાર વિધાનસભાના સંયોજક માવજી સોરઠિયા, નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુ આહીર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, ભીમજી જોધાણી, દિનેશ ઠક્કર, અશ્વિન સોરઠિયા, માવજી ગુંસાઈ, મશરૂભાઇ રબારી, મ્યાજર છાંગા, હરિભાઇ જાટિયા, દામજીભાઇ ચાડ, સરહદ ડેરીના  ચેરમેન વલમજીભાઇ હુંબલ, પ્રભારી કમલેશ દેસાઈ, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલર ગોર, કૌશિક બગડા, ભારત શાહ, રાનુભા જાડેજા, લક્ષ્મણાસિંહ સોઢા, કાનાભાઇ ગોહિલ, લાલજીભાઈ, મેહુલ જોશી, ગાંધીધામના નગર અધ્યક્ષ તેજસ શેઠ, શહેર ભા..પા. પ્રમુખ પંકજ ઠક્કર, જીવાભાઇ આહીર, વિકાસ રાજગોર, વસંત કોડરાણી, શોભનાબા જાડેજા, વેલાભાઇ જરૂ, નારાણભાઇ આહીર, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, ધીરજદાદા દયાલદાદા લાલણ, ભારાપર જાગીરના મહંત ભરતરાજા, ખીમજીડાડા માતંગ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ વગેરે હાજર રહ્યા હતા તેવું પક્ષની અક યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang