• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

સંશોધનને આગળ વધારવા યુનિવર્સિટી સક્રિય ભૂમિકા નિભાવશે

ગાંધીધામ, તા. 23 : ભારતમાં શિક્ષણ ક્ષેત્રની અનેક હસ્તીઓ છે, જે વિદેશમાં જઈ રહે છે. પેટન્ટ બુક ક્ષેત્રે ભારતનો આંકડો ખૂબ ઓછો છે, ત્યારે ક્ષેત્રમાં પણ દેશને આગળ વધારવામાં કચ્છ યુનિવર્સિટી સંશોધનને શક્ય તેટલું  પ્રોત્સાહન આપવામાં  આવશે, તેવું કચ્છ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ મોહન પટેલે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ  કોલેજ દ્વારા વિજ્ઞાનની તકો અને પડકારો ઉપર આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં  સંબોધતા જણાવ્યું હતું. દીપ પ્રાગ્ટય કરી સમારોહના મુખ્ય અતિથિ પદેથી બોલતા શ્રી પટેલે જણાવ્યું હતું કે, ગૂગલ- નાસા જેવી સંસ્થામાં ભારતના લોકો વધુ સંખ્યામાં કામ કરી રહ્યા છે.  યુ.કે.ના પેટન્ટ બુકની સંખ્યા પાંચ લાખ છે. ચાઈનાની સંખ્યા અઢી લાખ છે, જ્યારે ભારતની સંખ્યા ઘણી ઓછી છે. ત્યારે વધુમાં વધુ સંશોધન થાય અને પેટન્ટ બુક વધે તેવી હાકલ તેમણે કરી હતી. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ  પ્રથમ કાર્યક્રમમાં તોલાણી કોલેજમાં  આવવાનું  થયું તે બદલ તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, નવી શિક્ષણનીતિમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો હશે, તેમાં  સંશોધનપત્રો કેમ લખવા તેનો વિશેષ અભ્યાસક્રમ છે. કચ્છ યુનિવર્સિટીને મળેલી સંશોધન સહિતની ગ્રાન્ટનો ઉલ્લેખ કરીને સંશોધન વધારવા ઉપર ભાર મૂક્યો હતો અને પ્રકારના કાર્યક્રમો સંશોધન માટે માર્ગદર્શક બની રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. શહેરની પાયાની સંસ્થા સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના એક્ટિંગ ચેરમેન પ્રેમ લાલવાણીએ ભાઈપ્રતાપ અને કાકા તોલાણીએ શહેરની સ્થાપના અને ઉચ્ચ શિક્ષણ સંસ્થા સ્થાપવા માટેના લીધેલા મક્કમ ઈરાદાનું ઉદાહરણ આપી  વિદ્યાર્થીઓને કોઈ પણ કાર્ય માટે ધ્યેયલક્ષી બનાવવા હાકલ કરી હતી. કોલેજના આચાર્ય ડે. સુશીલ ધર્માણીએ તોલાણી વિદ્યાસંકુલનું માત્ર કચ્છમાં નહીં દેશમાં પણ કેટલું મહત્ત્વનું છે તે જાણવા માટે સેમિનારનું  આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.  પ્રો. કલ્પેશ સોરઠિયાએ સેમિનારનાં આયોજન અંગે વિસ્તૃતમાં વિગતો આપી હતી. સેમિનારમાં 550થી વધુ પ્રાધ્યાપકો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને સ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાની માહિતી આપી હતી. વેળાએ  એસ.આર.સી.ના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનીયર જય હેમનાની, મુખ્ય વકતા ડો. નીતિન નરહરિ, ડો. પી.એન. ગજ્જર, જીસીબીના વહીવટી અધિકારી પ્રો. વેંક્ટેશ્વરલુ, પ્રો. લક્ષ્મણ દરિયાણી, કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયા, પોલીટેકનિક કોલેજના ઈન્ચાર્જ?આચાર્ય પ્રો. સુરેશ પારીક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ પ્રો. મહેશ ઓઝાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang