• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

સામાજિક બદી દૂર કરવા પીએમ મોદીની હાકલ

નવી દિલ્હી, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે દિલ્હીના ભારત મંડપમ્માં `ચિન્મય અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમે સામાજિક કુરિવાજોનો અંત લાવવા અને વિભાજિત કરનારાઓ સામે એક થવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સ્વામી ચિન્મયાનંદના હોલોબોટથી પણ સંવાદ કર્યો હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ  જણાવ્યું હતું કે,  દશકાઓમાં સમય બદલાયો છે, નવા પડકાર સામે આવ્યા છે અને નવી સામાજિક બદીઓ જન્મી છે. આજે આ બધી સમસ્યાને ઉકેલવાની જવાબદારી આપણા બધાની છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે સમાજને વિભાજિત કરતી શક્તિઓ સામે એક થવું પડશે. આત્મનિર્ભર બનવા માટે લોકોને પ્રેરિત કરવા પડશે, દરેક વ્યક્તિને 2047 સુધી `િવકસિત ભારત'ના વિઝનથી જોડવા પડશે. કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાને સ્વામી ચિન્મયાનંદના હોલોબોટથી વાતચીત કરી હતી. આ એવી ટેકનોલોજી છે જે વાસ્તવિક દેખાતા થ્રી-ડી હોલોગ્રાફિક ડિજિટલ વ્યક્તિને  રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે, સ્વામી ચિન્મયાનંદનું નિધન ત્રીજી ઓગસ્ટ, 1993ના થયું હતું. ચિન્મય મિશન એક વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન છે, જેની સ્થાપના 1951માં સ્વામી ચિન્મયાનંદે કરી હતી. ચિન્મય મહોત્સવનું ત્રણ દિવસનું આયોજન ચિન્મય મિશનની સ્થાપનાના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે થઇ રહ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd