નવી દિલ્હી, તા. 23 : વિશ્વભરમાં
હવે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. આ દરમિયાન એક અહેવાલે દિલ્હીવાસીઓની ઊંઘ
ઊડાડી દીધી છે. પ્રદૂષણ મામલે દિલ્હી હવે દુનિયાનાં ટોપ-3 શહેરોમાં બીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે લાહોરે પ્રદૂષણમાં દિલ્હીને પાછળ છોડી
દીધું છે અને તે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દરમ્યાન, દિલ્હીમાં પ્રદૂષણને
નાથવાના પ્રયાસોરૂપે પોલીસે બીજા રાજ્યોમાંથી બસ જેવાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સહિત પગલાં લીધાં છે. પાકિસ્તાનનું લાહોર શહેર શુક્રવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 344 ઉપર પહોંચી જતાં વૈશ્વિક રેન્કિંગમાં
મોખરે આવ્યું છે. સ્વિસ વેબસાઇટ ઈંઋઅશિ ના આંકડા મુજબ લાહોરની હવામાં ઙખ 2.5ની માત્રા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની
ગાઇડલાઇન કરતાં 57 ગણી વધુ નોંધાઈ
છે, જે કેન્સરકારક અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી
છે. આ લિસ્ટમાં ભારતની રાજધાની દિલ્હી બીજા ક્રમે છે. શુક્રવારે સવારે દિલ્હીનો અચઈં
244 નોંધાયો હતો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક શ્રેણીમાં
આવે છે, જો કે, બપોર સુધીમાં તે ઘટીને 183 પર પહોંચ્યો હતો. આ ગંભીર સ્થિતિને
જોતા ડોક્ટરોએ નાગરિકોને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે માસ્ક પહેરવાની કડક સલાહ આપી છે. ટોપ-3માં ભારતના બે રાજ્ય હોવાથી એક રીતે ચિંતા
વધી ગઇ છે.