• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

સિયોતમાં પવનચક્કીને નુકસાન : ગુનેરીમાં 12 હજારના કેબલ ચોરાયા

ભુજ, તા. 23 : લખપત તાલુકાના સિયોત ગામની સીમમાં આવેલી પવનચક્કીના પેનલ બોર્ડ, વાયર સહિતની સાધનસામગ્રીનું અંદાજે રૂા. 50 હજારનું નુકસાન કર્યું હતું, જ્યારે ગુનેરી ગામની સીમમાં આવેલી પવનચક્કીના આશરે રૂા. 12 હજારની કિંમતના વાયર ચોરી કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ દયાપર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, કોઈ ચોર ઈસમે સિયોત ગામની સીમમાં આવેલી આઈનોક્ષ કંપનીની પવનચક્કીનો દરવાજો ખોલી  પેનલ બોર્ડ તથા જુદા-જુદા એલ્યુમિનિયમના વાયર તોડી આશરે રૂા. 50 હજારનું નુકસાન કરવા સાથે ગુનેરી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં અલગ-અલગ સાઈઝના કોપર વાયર મળી કુલ રૂા. 12,000 128 મીટર કબેલની ચોરી કરી હતી. દયાપર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd