મુંબઈ, તા. 23 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ
અંબાણીના જિઓએ એક કરોડ બોલીઓ પાર કરનાર આખી દુનિયાનો પ્રથમ આઈપીઓ બનીને ઈતિહાસ રચતાં
વિશ્વવિક્રમ પણ સર્જી નાખ્યો છે. જિઓના આઈપીઓએ વારી એનર્જીનાં નામે નોંધાયેલો 97 લાખ બોલીનો વિક્રમ તોડી નાખ્યો
છે. આ દેશનો સૌથી મોટો આઈપીઓ પણ છે. 21 ઓક્ટોબરના ખૂલેલા જિઓનો આઈપીઓ ભરવા માટે આજે શુક્રવારે ત્રીજો
અને અંતિમ દિવસ હતો અને ત્રણ દિવસમાં કુલ્લ 1.39 કરોડ અરજીઓ આવી હતી. અંતિમ દિવસની સાંજે સાત વાગ્યા સુધીમાં
રોકાણકારોએ ઓફર પર હતા તે 19.75 કરોડ સામે
438.3 કરોડ શેરો માટે આઈપીઓ ભર્યો
હતો. આમ બીડમાં કુલ્લ 22.19 ગણો વધારો
જોવા મળ્યો હતો. જિઓના આઇપીઓએ રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારીનું નવું વૈશ્વિક સીમાચિહ્ન
સ્થાપિત કર્યું છે. ધીરુભાઈ અંબાણીના વારસા અને મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય
લોકો સુધી લઈ જવાના વિઝનને આ સીમાચિહ્ન આગળ ધપાવે છે.