• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા એમઓયુ

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટર જોન રામસે સ્વિનીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટ વચ્ચે આર્થિત તેમજ સાંસકૃતિ સંબંધો મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર સંપન્ન થયા હતા. આ એમઓયુ અન્વયે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે પરસ્પર મિત્રતા અને સમજણનો સેતુ સુદૃઢ બનાવવાની સાથે પીપલ કનેક્ટ, ઈકોનોમિક રિલેશન્સ ડેવલપમેન્ટ તેમજ સસ્ટેનેબલ એન્ડ ઈન્ક્લુઝિવ ઈકોનોમિક ડેવલપમેન્ટ ઉપરાંત ઈનોવેશન અને સમૃદ્ધિ માટેના સહયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. નોલેજ એન્ડ એક્સપિરીયન્સ શારિંગ તેમજ પરસ્પરના રસ ધરાવતાં ક્ષેત્રોમાં પણ વ્યવહારુ સહયોગની તકો વિકસાવાશે. મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં સ્કોટલેન્ડ ગવર્નમેન્ટના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિની અને પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન આ એમઓયુ થયા હતા. સાંસ્કૃતિક, રમતક્ષેત્ર રિન્યૂએબલ એનર્જી તથા લાઈફ સાયન્સીસના ક્ષેત્રોમાં ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે આ સમજૂતી કરારથી નવી વિકાસ તકો ખૂલશે તેવો વિશ્વાસ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સ્વિનીએ દર્શાવ્યો હતો. તેમણે ખાસ કરીને ઓફ શોર એનર્જીમાં સ્કોટલેન્ડની કુશળતા છે તેનો લાભ ગુજરાતને આપવાની ઉત્સુક્તા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે કહ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે. એટલું જ નહીં, સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં ઓફશોર એનર્જીની પણ વિપુલ સંભાવનાઓ અને ક્ષમતાઓ રહેલી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd