ગાંધીધામ, તા. 23 : શહેરના સુંદરપુરીમાં રહેનાર
યુવાન અજયકુમાર રામબલીપ્રસાદ ગૌડ (ઉ.વ. 48) કિડાણાના તળાવમાં નહાવા જતાં ડૂબી જવાથી જીવ ખોયો હતો. બીજીબાજુ
મીઠીરોહરમાં તળાવ પાસેથી 30 વર્ષીય અજાણ્યા
યુવાનની લાશ મળી આવી હતી. શહેરના સુંદરપુરી વાલ્મીકિવાસમાં રહેનાર અજયકુમાર ગત તા.
21/10ના સાંજે નીકળી અને કિડાણાના
તળાવ બાજુ ગયો હતો જ્યાં તે તળાવમાં નહાવા જતાં પાણીમાં ગરકાવ થયો હતો. તે તળાવમાંથી
બહાર ન નીકળતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમ્યાન તા. 22/10ના આ યુવાનની લાશ મળી આવી હતી.
પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ મીઠીરોહરમાં ગત તા. 22/10ના બપોરના અરસામાં બહાર આવ્યો
હતો. અહીં આવેલી એમ.કે. કંપની નજીક તળાવની પાળેથી 30 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ લાશને રામબાગ હોસ્પિટલ
લઇ જવાઇ હતી. આ યુવાન કોણ છે અને તેનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ
બી-ડિવિઝન પોલીસે હાથ ધરી છે.