• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

જ્યુબિલી પાસે પુન: ગોઠવાયેલાં દબાણ હટાવાયાં

ભુજ, તા. 23 : શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જ્યુબિલી સર્કલ આસપાસ પુન: ગોઠવાયેલા દબાણકારોને નગરપાલિકા તંત્રે હટાવી જો ફરીથી અહીં રેંકડી-લારી રાખવામાં આવશે, તો સંબંધિત દબાણકારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેવી તાકીદ કરાઇ છે. ભુજમાં છેલ્લા કેટલાક સમયથી દબાણહટાવ ઝુંબેશ ચાલી રહી છે. આ વચ્ચે જ્યુબિલી સર્કલ આસપાસ ફૂટપાથ પર ગોઠવાઇ જતા દબાણકારો પોતાની લારી-ગલ્લા જ્યુબિલી ગ્રાઉન્ડમાં રાખ્યા બાદ ફરીથી અહીં ધંધો કરવા માટે ગોઠવાઇ જતા હતા. થોડા સમય પૂર્વે લારી-ગલ્લાધારકો વચ્ચે લારી રાખવા મુદ્દે ઘર્ષણ થયાનો બનાવ બનતાં મુખ્ય અધિકારીના દિશાનિર્દેશ તળે દબાણ શાખાએ આ દબાણકારોને હટાવવાની કાર્યવાહી હાથ ધરતાં ભારે દોડધામ મચી ગઇ હતી. નગરપાલિકાની ટીમે કાર્યવાહી દરમ્યાન એક લારીને જપ્ત કરી હતી. અન્ય દબાણકારો નગરપાલિકાની ટીમ આવે તે પહેલાં ત્યાંથી ચાલ્યા ગયા હતા. નગરપાલિકા પ્રશાસને હવે જો કોઇ દબાણકર્તા અહીં પોતાની લારી-રેંકડી રાખશે, તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરાશે. સુધરાઇ તંત્રની આ કામગીરીનાં પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામનો માહોલ જોવા મળ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd