• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

આર્ચર શીતલ દેવીના બે સુવર્ણ : હાઇ જમ્પમાં મેડલની ક્લીન સ્વીપ

નવી દિલ્હી, તા.22 : પેરા એશિયન ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે ભારતે એક જ દિવસમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 26 મેડલ પોતાનાં નામે કર્યાં હતાં. જેનાથી મેડલ ટેલીમાં ભારતની કુલ મેડલ સંખ્યા 88 પર પહોંચી ગઈ છે. તીરંદાજીમાં સ્ટાર આર્ચર શીતલ દેવીએ બેવડી સફળતા હાંસલ કરી હતી. કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં શીતલ દેવી અને તોમર કુમારની જોડીએ રોમાંચક ફાઇનલમાં ઇન્ડોનેશિયાની જોડીને 151-148થી પરાજય આપી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.  આ ઉપરાંત શીતલે વિમેન્સ કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો. આર્ચરીની ડબલ્યૂ1 કેટેગરીમાં મેરઠની સ્વાતિ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. મેન્સ હાઇ જમ્પ ટી42/ ટી63 સ્પર્ધામાં ભારતે ત્રણેય મેડલ જીત્યા હતા. જેમાં શૈલેષ કુમારે 1.89 મીટરની ઊંચી કૂદ સાથે નવો ગેમ્સ રેકોર્ડ બનાવી ગોલ્ડ જીત્યો, જ્યારે વરુણ સિંહ ભાટીએ 1.84 મીટર સાથે સિલ્વર અને રાહુલે 1.81 મીટર સાથે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો હતો. મેન્સ લોંગ જમ્પ ટી ટી44/ટી62/ટી64 કેટેગરીમાં સોલાઈરાજ ધર્મરાજે 7.15 મીટરની છલાંગ લગાવીને પોતાનો જ 7.08 મીટરનો એશિયન રેકોર્ડ તોડી સતત બીજા ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. 400 મીટર ટી47 પ્રિન્ટમાં પુરુષ વર્ગમાં દિલીપ મહાદુ ગાવિતે 48.27 સેકન્ડ સાથે સતત બીજો પેરા એશિયન ગોલ્ડ જીત્યો હતો જ્યારે ભાવિકકુમાર ભરવાડે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd