• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

વીજબિલમાં ગ્રાહકો પર નવો બોજ લદાયો

અમદાવાદ, તા. 23 : જુલાઈ 2026થી અમલી બનેલા નવા `ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ' (એફપીપીએએસ) અનુસાર, વીજ બિલમાં બેઝ ચાર્જ પ્રતિ યુનિટ રૂા. 2.30થી વધીને રૂા. 2.45 થયો છે અને તેની સાથે 3.99 ટકાનો વેરિએબલ સરચાર્જ પણ ઉમેરાયો છે. આ બાબતને ગુજરાતના વીજ ગ્રાહકો માટે ચિંતાજનક ગણાવતા ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે અગાઉ આ વેરિએબલ સરચાર્જ શૂન્ય હતો, જેથી ગ્રાહકો પર એકસાથે બેવડો આર્થિક બોજ આવી પડ્યો છે. આ ફેરફાર સપ્ટેમ્બરના બિલથી દેખાશે, પરંતુ જુલાઈ અને ઓગસ્ટના તફાવતની રકમ પણ વસૂલવામાં આવશે. ખેતીવાડી સિવાયના રહેણાક, વાણિજ્યિક અને ઔદ્યોગિક તમામ ગ્રાહકોને આ વધારો અસર કરશે, કારણ કે આ 3.99 ટકા સરચાર્જની ગણતરી ઊર્જા ચાર્જ, બેઝ એફપીપીએએસ અને ફિક્સ/ડિમાન્ડ ચાર્જ ત્રણેય પર લાગુ થશે. આ ભાવવધારા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd