• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પેરા એશિયન ગેમ્સ : 114 મેડલ સાથે ભારત સર્વકાલિન શ્રેષ્ઠ

નવી દિલ્હી, તા.23 : પેરા એશિયન ગેમ્સમાં ભારતીય પેરા એથ્લેટ્સે દમદાર પ્રદર્શનના જોરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતે 30 સુવર્ણ ચંદ્રક સહિત કુલ 114 મેડલ પોતાના નામે કરીને પેરા એશિયાડ ઈતિહાસમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સિદ્ધિ સાથે ભારતે 2023માં હાંગઝોઉ ખાતે જીતેલા 108 મેડલ (જેમાં 27 ગોલ્ડ સામેલ હતા)ના પોતાના પાછલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. આ વખતે ભારતે 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શુક્રવારે ભારતીય દળે 9 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત એક જ દિવસમાં 26 મેડલ જીત્યા હતા. બેડમિન્ટન કોર્ટ પર ભારતીય શટલર્સનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ સિંગલ્સ એસએલ3 કેટેગરીની ફાઇનલમાં ઓલ-ઇન્ડિયા ટક્કર જામી હતી, જેમાં નીતેશ કુમારે પોતાના જ દેશબંધુ પ્રમોદ ભગતને સીધી ગેમમાં 21-18, 21-16થી હરાવી સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. મહિલા ડબલ્સ એસ3-એસયુ5માં થુલસીમથી અને માનસી ગિરીશચંદ્ર જોશીએ ફાઇનલમાં ચીનની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જોડી યાંગ ક્યુશિયા અને શિયાઓ જુક્સિયાનને 21-16, 21-13થી સીધા સેટોમાં ધૂળ ચાટી ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો હતો. જ્યારે મેન્સ સિંગલ્સ એસએલ4 કેટેગરીમાં નવીન શિવકુમારે ગોલ્ડ જીત્યો હતો. તીરંદાજી ક્ષેત્રે રિકર્વ મેન્સ ડબલ્સના ખિતાબી મુકાબલામાં હરાવિંદર સિંહ અને વિજય સુંડીની જોડીએ ચીનને 5-1થી પરાજય આપ્યો હતો. બીજી તરફ મહિલા રિકર્વ ડબલ્સમાં ભાવના ચૌધરી અને પૂજા જાટયાનને ચીનની ગાઓ જિહાન અને વાંગ શુએહિયાને 6-0થી હરાવતાં ભારતને સિલ્વર મળ્યો હતો. એથ્લેટિક્સ અને શાટિંગમાં નવા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા હતા. પેરા એથ્લેટિક્સની મેન્સ જેવલિન થ્રો એફ37/38 ઇવેન્ટમાં ટોપ્સ સ્કીમના એથ્લેટ હનીએ 60.49 મીટરના વિસ્ફોટક થ્રો સાથે િ37 કેટેગરીમાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ટ્રેક ઇવેન્ટમાં સંદીપે પુરુષોની 400 મીટર ઝ64 સ્પર્ધા 52.28 સેકન્ડમાં પૂર્ણ કરી નવો વર્લ્ડ રેકોર્ડ રચતાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે અજય કુમારે 53.61 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો. શાટિંગ રેન્જ પર ભારતની સ્ટાર નિશાનેબાજ મોના અગ્રવાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ1 ઇવેન્ટમાં 357.5 પોઇન્ટના ઐતિહાસિક સ્કોર સાથે સ્વીડનની અન્ના બેન્સનનો 356 પોઇન્ટનો વર્લ્ડ રેકોર્ડ અને દક્ષિણ કોરિયાની લી યુનરીનો 355.7 પોઇન્ટનો એશિયન રેકોર્ડ તોડીને પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd