• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

માંડવી પાલિકામાં કોંગ્રેસે બુકિંગ વગર બેઠક કરતાં ધરપકડ થઈ

માંડવી, તા. 23 : નગર સેવા સદનમાં આજે બપોરે 4.00 કલાકે માંડવી શહેર કોંગ્રેસ અને માંડવી તાલુકા કોગ્રેસની કાર્યકરોની એક બેઠક માંડવી નગર પાલિકાના હોલમાં રાખવામાં આવી હતી. જે અંગે ભાજપના સતાપક્ષે તાત્કાલિક નગર સેવા સદન પહોંચી પોલીસને બોલાવતાં પોલીસે કોંગ્રેસના તમામ સભ્યોને નગરપાલિકાના હોલ માં બુકીંગ વગર બેઠક કરતાં ધરપકડ કરી કચેરીથી નીચે ઉતારી છોડી મૂકવામાં આવ્યા હતા.  સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ તથા કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવીએ પોલીસ બોલાવી હતી. બેઠક અંગે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. માંડવીની પ્રજાએ 36 માંથી એક પણ બેઠક કોંગ્રેસને આપી નથી. તો આવી રીતે લુખી દાદાગીરી કરીને નગરપાલિકાના હોલનો કબ્જો કરી લેવો, વહીવટી કામમાં રૂકાવટ કરી છે. એમણે હોલ માટેની અરજી આપી, પરંતુ મંજૂર કરવામાં હોલના ભાડાની રકમ, પહોંચ, શેરો હોવો જોઈએ ત્યારે હોલ અપાય. જયારે બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અરાવિંદાસિંહ જાડેજાએ નગર સેવા સદનમાં બેઠક માટે હોલ ભાડે રાખવા અરજી કરી હતી. પરંતુ મુખ્ય અધિકારી ન હોવાના કારણે ઈન્ચાર્જ હેડકલાર્ક મનળભાઈ પરમારે મૌખિક મંજુરી આપી હતી. તે પ્રમાણે અમે શહેરના વિકાસ માટે, શહેરની સમસ્યાઓ અંગે બપોરે 4 વાગ્યે યોજેલ મીટીંગમા તાલુકા પ્રમુખ એડવોકટ વલ્લભભાઈ વેલાણી, એડ. ખેરાજભાઈ ગઢવી, કલ્પાબેન, સવિતાબેન, અકબરભાઈ, ભોલુભાઈ, વિરમદેવાસિંહ, જગદીશભાઈ થારૂ વિગેરેની ઉપસ્થિતીમાં માંડવી નગરપાલિકા અને તાલુકાના પ્રશ્નો જેમાં 36-36 બેઠક છતાં ગટરના પ્રશ્નો હલ થતા નથી, રસ્તા બિસ્માર હાલતમાં છે, કન્સ્ટ્રકશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે, ભ્રષ્ટાચાર કરીને તંત્ર ચલાવવું, સ્થાનિક સ્વરાજયના કર્મચારીઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, મુખ્ય અધિકારી ઈન્ચાર્જ છે, હેડ કલાર્ક ઈન્ચાર્જ છે. 36-36 બેઠક હોવા છતાં બધું ઈન્ચાર્જ જ ચાલે છે, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd