• મંગળવાર, 23 જુલાઈ, 2024

ઉજ્જૈનમાં `નિર્ભયાકાંડ'થી રોષ

નવી દિલ્હી, તા. 27 : મધ્યપ્રદેશનાં `ધાર્મિકનગર' ઉજ્જૈનમાં માનવતાનું માથું શરમના ભારથી નમાવી દેતી `િનર્ભયાકાંડ' જેવી ઘટના બની છે. નરાધમોએ હેવાનિયતની હદ વટાવતાં બાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી રસ્તા પર ફેંકી, ફરાર થઇ ગયા હતા. બડનગર રોડ પર દાંડી આશ્રમ નજીક આ ઘટના બન્યા બાદ પીડિતા લોહીલુહાણ હાલતમાં બેથી અઢી કલાક રસ્તા પર ચાલતાં લોકો પાસે મદદ માગતી રહી, પરંતુ જાડી ચામડીના લોકોએ દાદ ન આપ્યો. ત્યારબાદ આશ્રમના આચાર્યની મદદથી પીડિતાને હોસ્પિટલમાં પહોંચાડાઇ હતી. હાલત ગંભીર હોવાથી ઇંદોર ખસેડાઇ હતી, જ્યાં સારવાર જારી છે. આ અમાનવીય કૃત્યની ઘટના વચ્ચે માનવતાની મશાલ પ્રગટાવતી પહેલમાં પોલીસ જવાનોએ લોહીલુહાણ પીડિતાને લોહી આપ્યું હતું. પીડિત બાળકી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મામલાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સીટ)ની રચના કરી છે. આ મામલાના સંબંધમાં કોઇપણ માહિતી મળે તો વિના વિલંબ પૂરી પાડવા પોલીસે લોકોને અપીલ કરી છે. એક મિનિટ અને સાત સેંકડના સીસીટીવી ફૂટેજમાં બાળકી બેશુદ્ધ બનીને રસ્તા પર મદદ માગતી જોવા મળે છે. પોકસો કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang