• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ટ્રેનમાં વેઈટિંગ-આરએસી 10 કલાક પહેલાં

નવી દિલ્હી, તા. 17 : દેશભરના લાખો ટ્રેન મુસાફર માટે સારા સમાચાર છે. હવે મુસાફરોને ટ્રેનના પ્રસ્થાન સમયના 10 કલાક પહેલાં ખબર પડશે કે તેમની સીટ કન્ફર્મ છે કે નહીં ? જો કોઈ મુસાફરની સીટ કન્ફર્મ નથી અને તે વેઇટિંગ લિસ્ટમાં રહે છે, તો તેમને મુસાફરી શરૂ થવાના 10 કલાક પહેલાં આ માહિતી પ્રાપ્ત થશે, જેથી તેઓ અન્ય વિકલ્પો પર વિચાર કરી શકશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક નવી ચાર્ટિંગ સિસ્ટમ લાગુ કરી છે. ટ્રેન રિઝર્વેશન ચાર્ટ પ્રસ્થાન સમયના 10 કલાક પહેલાં તૈયાર  કરવામાં આવશે જેથી મુસાફરો સમયસર તેમની રિઝર્વેશન સ્થિતિ જાણી શકે. રેલવે બોર્ડ અનુસાર સવારે 5:01થી બપોરે બે વાગ્યા સુધી ઉપડતી ટ્રેનો માટેના ચાર્ટ અગાઉના દિવસે રાત્રે આઠ વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે. બપોરે 2:01થી 11:59 વાગ્યા સુધી અને સવારે 12થી સવારે પાંચ વાગ્યા સુધી ઉપડતી ટ્રેનોમાં તેમના ચાર્ટ 10 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. ઇમર્જન્સી ક્વોટા ફાડિંગ આઠ કલાક અગાઉથી કરવામાં આવશે. આ વર્ષે જુલાઈમાં રેલવેએ ટ્રેન રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર કર્યા હતા જેમાં ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવામાં આવતા હતા અને મુસાફરોને ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી કે તેમની સીટ કન્ફર્મ છે કે નહીં. અગાઉ મુસાફરોને ટ્રેન ઉપડવાના માત્ર ચાર કલાક પહેલાં રિઝર્વેશન સ્ટેટસની માહિતી મળતી હતી.  

Panchang

dd