અમદાવાદ, તા. 17 (અમારા
પ્રતિનિધિ તરફથી) : રાજ્ય સરકારે,
ઈઝ ઓફ લાવિંગમાં વધારો કરવા માટે મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ કામો માટે રુ. 537.21 કરોડની
ફાળવણી કરવા મંજૂરી આપી દીધી છે. આ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી. જેના અનુસંધાને તેમણે એક જ દિવસમાં આટલી
મોટી રકમ મંજૂર કરી છે. કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન
પામેલા માર્ગોના રિસરફાસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે રૂ. 1.70 કરોડ
ફાળવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક
બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે રુ. 58.47 કરોડ
અને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર જેવી 4 મહાનગરપાલિકાઓમાં
જન-સુખાકારીના કામો માટે કુલ રુ. 309.72 કરોડ ફાળવવા માટે સૈધ્ધાંતિક
મંજૂરી આપવામાં આવી છે. જ્યારે નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન
અને સફાઈ કામગીરી માટે રૂ. 13.35 કરોડ સહિત રુ. 25 કરોડ
અને દ્વારકા નગરપાલિકાને બેટ દ્વારકા,
નાગેશ્વર, શિવરાજપુર પ્રવાસન-ધામની મુલાકાતે
આવનારા પ્રવાસીઓ અને દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ આપવા માટે
મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ. 131.76 કરોડ
તેમજ વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ,સિધ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ. 70.48 કરોડ
ફાળવવાનો નિર્ણ. લેવાયો છે. મુખ્યમંત્રીએ,
ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો
માટે રૂ. 3.98 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક,
વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો અને
આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ માટે રૂ. 35 કરોડ ફાળવવામાં આવશે. આ ઉપરાંત
રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં ગઇંઅઈં દ્વારા
રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન
શિફ્ટ કરવાના કામો માટે રૂ. 212.50 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ. 131.76 કરોડ
ફાળવવામાં આવશે. જેમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી
રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે.