• શુક્રવાર, 13 માર્ચ, 2026

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેશે

તેહરાન, તા. 12 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક અને વિનાશકારી વળાંકે પહોંચી ગયું છે. ગુરુવારે બન્ને તરફથી ભારે હુમલા થયા હતા. આ દરમિયાન ઈરાને દાવો કર્યો હતો કે, ઈઝરાયલ દ્વારા તેના એક પરમાણુ મથક ઉપર હુમલો થયો છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોઝતબા ખોમેનીએ પદ સંભાળ્યા બાદ પોતાના પહેલા સંબોધનમાં અમેરિકા અને ઈઝરાયલને આકરો સંદેશ આપ્યો હતો. મોઝતબાએ સ્પષ્ટ કહ્યું હતું કે, ઈરાન પોતાના શહીદો, પિતાની હત્યા અને ખાસ કરીને યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોનો બદલો જરૂર લેશે અને ક્ષેત્રમાં દુશ્મનોના સૈન્ય બેઝને સતત નિશાને લેતું રહેશે. આ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ બંધ જ રહેશે. મોઝતબાએ પોતાના સંદેશની શરૂઆત અલ્લાહનાં નામથી કરતા કહ્યું હતું કે, ઈરાન ન્યાય અને શાંતિના રસ્તે ચાલતું રહેશે પણ પોતાના દુશ્મનો સામે જવાબી કાર્યવાહીથી પીછેહટ કરશે નહીં. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રાખવું જોઈએ.  

Panchang

dd