અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : આણંદના
ખંભાતમાં એટીએસએ મોટુ ઓપરેશન પાર પાડયું છે જેમાં ફેક્ટરીમાંથી રૂ.100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડયું છે અને ડ્રગ્સના જથ્થા
સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. સોખડામાં
ગ્રીન લાઇફ ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેકટરીમાં એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે
ઊંઘની દવા અપ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. આ
ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. આ ડ્રગ્સ દક્ષિણ આફ્રિકા
મોકલવાનું હતું એવો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના
ખંભાત નજીક સોખડા પાસે એક ફેક્ટરી આવેલી છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેના
આધારે એટીએસની ટીમ દ્વારા ગુરુવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ફેક્ટરીમાં દરોડો પાડતા કુલ સાત લોકો મળી આવ્યા
હતા. એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અપ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ
થતો હોય છે તે મળી આવ્યું હતું. પોલીસે જ્યારે ફેક્ટરીમાં જથ્થામાં તપાસ કરી ત્યારે
અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી
આવ્યો હતો. આ સાથે 6 લોકોની ધરપકડ
કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે
લાવવામાં આવ્યા છે આરોપીઓની હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ ડ્રગનો જથ્થો કેવી
રીતે બનાવતા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો અન્ય કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે કે
કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલ આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો રહેવાસી
છે જે અગાઉ નાર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે તો અન્ય 4 આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાયસન્સ
વગર અપ્રાઝોલમ દવા બનતી હોવાની વાત સામે આવી છે. આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત
સુધી જોડાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય
થવાનો પર્દાફાશ થયો હતો. જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.