• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

મહિલા જજોને હટાવાતાં સુપ્રીમ નારાજ

નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે મહિલા સિવિલ જજોની સેવાઓ સમાપ્ત કરવા અને તેઓને બહાલ કરવાનો ઈન્કાર કરવા ઉપર મધ્યપ્રદેશ હાઇ કોર્ટની ઝાટકણી કાઢી છે. ટિપ્પણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે, જો પુરુષોને માસિક ધર્મ હોત તો તેઓ પરિસ્થિતિ સમજી શક્યા હોત. રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં મહિલા સિવિલ જજોની સેવાઓ સમાપ્ત કરવા અને તેમાંથી અમુકને બહાલ કરવાનો ઈન્કાર કરવાના મામલામાં સ્વત: સંજ્ઞાન લેતા પીઠે હાઇકોર્ટનાં વલણ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની પીઠે કહ્યું હતું કે, પોતે પણ મામલાની વિસ્તારથી સુનાવણી કરી રહ્યા છે, તો શું વકીલ એમ કહેશે કે પીઠ ધીમી છે ? ખાસ કરીને મહિલાઓ માટે કે જે શારીરિક અને માનસિક રીતે પીડિત છે, તો તેને એમ ન કહી શકાય કે તે ધીમી ઘરે મોકલી દેવામાં આવે. પીઠે આગળ કહ્યું હતું કે, પુરુષ ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ માટે પણ સમાન માપદંડ હોવા જોઈએ ત્યારે જોવા મળશે કે કેવી સ્થિતિ બને છે. સર્વોચ્ચ ન્યાયાલયે જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા જૂન 2023માં છ જજને બરખાસ્ત કરવાના મુદ્દે સ્વત: સંજ્ઞાન લીધું હતું.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd