• સોમવાર, 02 માર્ચ, 2026

રાપરગઢમાં ગૌચર સુધારણા કાર્યનો કરાયો પ્રારંભ

નલિયા, તા. 1 : અબડાસા તાલુકાના રાપરગઢ જૂથ ગ્રામ પંચાયત, એકતા સમિતિ અને ધ કોર્બેટ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી તેમજ એચસીએલ ફાઉન્ડેશનની આર્થિક સહાયથી ગામના ગૌચર પુન:સ્થાપન કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ યોજના હેઠળ ગૌચરમાંથી બિનજરૂરી ગાંડા બાવળ દૂર કરી પશુઓ માટે પૌષ્ટિક ઘાસિયા મેદાનો વિકસાવવામાં આવશે. આ પ્રસંગે સરપંચ કાદરભાઈ, ગામના અગ્રણીઓ અને સંસ્થાના વડા ડો. દેવેશ ગઢવીની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ  જેસીબી મશીનને વધાવી કાર્યની શરૂઆત કરી હતી. ગ્રામજનોએ  કનકપર અને વાડાપદ્ધર જેવું ગૌચર બનાવી પશુધન અને પ્રકૃતિના જીવોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ કાર્યથી ગામના પશુધનને પૂરતું ઘાસ મળશે અને પશુપાલકોને મોટો ફાયદો થશે, તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd