ભુજ, તા. 1 : કચ્છમાં ધીમા ડગલે ઉનાળો પોતાના
પગરણ મજબૂત બનાવી રહ્યો છે. હાલમાં અનુભવાતા વિષમ વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કચ્છ
સહિત રાજ્યમાં હોળીના પર્વ આસપાસ તાપનો પ્રભાવ વધે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે
બુધવાર ધુળેટીના દિવસથી સળંગ ચાર દિવસ માટે કચ્છ-ગુજરાતમાં ગરમી-ઉકળાટનું યલો એલર્ટ
જારી કર્યું છે. આ દિવસો દરમિયાન જિલ્લામાં મહત્તમ પારો 40 ડિગ્રી પહોંચે તેવો વર્તારો
આપવામાં આવ્યો છે. માર્ચ માસના પ્રારંભ સાથે ઉનાળો પોતાના આકરા તેવર દેખાડે તેવી સંભાવના
હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ભુજ, અંજાર, ગાંધીધામ, કંડલા પોર્ટ તેમજ
નલિયામાં 33-34 ડિગ્રી મહત્તમ
સાથે લઘુતમ પારો 16થી 19 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો.
સવારના ભાગે વાતાવરણમાં ઝાકળવર્ષા સાથે ભીનાશ જોવા મળી હતી.