• સોમવાર, 02 માર્ચ, 2026

ભૂકંપથી પહેલાં શું કરવું જરૂરી ?

કચ્છમિત્ર પ્રસ્તુત `સુરક્ષા સેતુ' શ્રેણી આપને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો હેતુ દરેક નાગરિકને આપદા સમયે સજ્જ અને સુરક્ષિત બનાવવાનો છે. ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે જો સમજદારીથી કામ લેવામાં આવે, તો જીવ બચાવી શકાય છે. - જોખમોનું વિશ્લેષણ અને સજ્જતા : * કચ્છની 'ફોલ્ટ લાઈન્સ' અને દરિયાકાંઠાના જોખમી વિસ્તારો વિશે જાણો. * ઘરના નબળા ભાગો (તિરાડો, છત)નું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવો. * ભૂકંપ અને વાવાઝોડા માટે 'સચેત' અને `ઈંખઉ' એપ્સ ડાઉનલોડ કરો. * કલેક્ટર કચેરી અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર ડાયરીમાં લખો. * અફવાઓથી બચવા માટે માત્ર રેડિયો કે સત્તાવાર સમાચારો પર ભરોસો કરો. * તમારા વિસ્તારના સેલ્ટર હોમ (આશ્રય સ્થાન) ની મુલાકાત લો. * પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોની યાદી બનાવો. * ઘરના દરેક સભ્યને આફતોના પ્રકાર વિશે સમજ આપો. * ઈમરજન્સી કોન્ટેક્ટ લિસ્ટ બનાવી ફોન પાસે લગાવો. * આપત્તિ વ્યવસ્થાપનનો બેઝિક વીડિયો પરિવાર સાથે જુઓ.  

Panchang

dd