• સોમવાર, 02 માર્ચ, 2026

અદાણીની ઇઝરાયલ સ્થિત હાઇફા પોર્ટને સુરક્ષિત, કાર્યરત હોવાની પુષ્ટિ

નવી દિલ્હી, તા. 1 : ઇઝરાયલમાં લશ્કરી સંઘર્ષ વધી રહ્યો છે, ત્યારે અદાણી જૂથે રવિવારે જણાવ્યું હતું કે, ઇઝરાયલમાં તેનું હાઇફા પોર્ટ સંપૂર્ણપણે સુરક્ષિત અને કાર્યરત સ્થિતિમાં છે, એક નિવેદનમાં, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને જણાવ્યું હતું કે, બધા કર્મચારીઓ સુરક્ષિત છે, અને બધી બંદર સંપત્તિઓ અને માળખાંકીય સુવિધાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઇઝરાયલે શનિવારે ઇરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં તેના સર્વોચ્ચ નેતા અલી ખોમેનીની હત્યા કરવામાં આવી હતી. બદલામાં, ઇરાને હાઇફા સહિત ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે.  જો કે, તેણે એ જણાવ્યું નહોતું કે, કોઈ પણ ઇરાની ડ્રોન અથવા મિસાઇલ બંદર પર અથડાયા છે કે નહીં. બંદર સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

Panchang

dd