• સોમવાર, 02 માર્ચ, 2026

ખાવડાના પ્રચંડ ધડાકામાં ઘાયલ બાળકનું કરૂણ મોત

ભુજ, તા. 1 : ગઈકાલે ખાવડામાં થયેલા પ્રચંડ ધડાકામાં ફુવા અને ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં ભત્રીજા એવા આઠ વર્ષીય ભાવેશ અરવિંદ કોલીનું મોત નીપજ્યાના કરૂણ સમાચાર મળ્યા છે. ગઈકાલે સાંજે ભુજ-ખાવડા માર્ગ પરના ખાવડાના પ્રણવનગરના કોલીવાસમાં થયેલા પ્રચંડ ધડાકામાં 27 વર્ષીય ફુવા રામા શંભુ કોલી અને આઠ વર્ષીય ભત્રીજો ભાવેશ અરવિંદ કોલી ઘાયલ થયા હતા. મૂળ ભચાઉના એવા અરવિંદ કોળી મજૂરી અર્થે હાલે પરીવાર સાથે ખાવડા રહે છે. તેનો પુત્ર ભાવેશને પેટ અને પગમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી  હતી. ભાવેશને ગઈકાલે મોડી રાતે વધુ વારવાર અર્થે અમદાવાદ લઈ જવાતું હતું ત્યારે રસ્તામાં જ ભાવેશે અંતિમ શ્વાસ લીધા હતા. આમ આ ભેદી ધડાકો આ બાળક માટે પ્રાણઘાતક નીવડયો હતો. દરમ્યાન ઘાયલ રામા શંભુ અમદાવાદમાં સારવાર તળે છે. 

Panchang

dd