અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ રણોત્સવની કામગીરી
પ્રવેગ નામની કંપનીને આપવામાં આવી હતી. જેમાં ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાના
આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો, જેથી આ મુદ્દે ગુજરાત
હાઇકોર્ટે ટેન્ડર રદ કર્યું છે. કચ્છના રણોત્સવના ટેન્ડરની પ્રક્રિયાને લલ્લુજી એન્ડ
સન્સે હાઈકોર્ટમાં પડકારી હતી. કચ્છમાં દર વર્ષે રણોત્સવની કામગીરી કરતા લલ્લુજી એન્ડ
સન્સે આ વખતે રણોત્સવની કામગીરી અન્યને સોંપવામાં આવતાં, ટેન્ડરની પ્રક્રિયાને હાઈકોર્ટમાં
પડકારી હતી. આ વર્ષે રણોત્સવનું કામ પ્રવેગ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. જ્યારે
લલ્લુજી એન્ડ સન્સ 2013થી રણોત્સવની કામગીરી કરતી આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં લલ્લુજી
એન્ડ સન્સે ટ્રાન્સપોર્ટના નિયમો મુજબ યોગ્ય ન હોવા છતાં ટેન્ડર ફાળવ્યું હોવાનું જણાવ્યું
હતું. રણોત્સવને લઈ અધિકારીઓ અને ખાનગી કંપની વચ્ચે ઘણા લાભ લેવાના અને ગેરરીતિ થયાના
અક્ષેપો થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે
ગુજરાત હાઇકોર્ટે તપાસ અને સુનાવણી બાદ ખાનગી
કંપનીનું ટેન્ડર રદ કર્યું છે. કચ્છમાં રણ
ઉત્સવનો કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સ પાસે હતો, એસઓયુ ટેન્ટ સિટીનો કોન્ટ્રાક્ટ પણ
હતો. કચ્છમાં દર વર્ષે યોજાતા રણ ઉત્સવમાં અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેની સુવિધાનો
કોન્ટ્રાક્ટ આજ લલ્લુજી એન કંપની ધરાવતી હતી. આ સિવાય સરકારની પણ મોટાભાગની ઇવેન્ટમાં
આ કંપનીને આયોજન માટે કોન્ટ્રાક્ટ અપાયા હતા. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત
યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર કચ્છમાં રણ ઉત્સવ તથા કેવડિયા ખાતે 10 સિટી જેવા પ્રોજેક્ટ
આપવામાં આવ્યા હતા.