• રવિવાર, 16 જૂન, 2024

માતાના મઢ પદયાત્રાએ જતા વિગોડીના કિશોરને કારે ઘાયલ કર્યો

ભુજ, તા. 20 : ગઇકાલે વહેલી સવારે મિત્રો સાથે વિગોડીથી માતાના મઢ પદયાત્રાએ નીકળેલા વિગોડીના 17 વર્ષીય કિશોર મહેશ ધનજી આહીરને કારે અડફેટે લેતાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે ધનજી પરબતભાઇ આહીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 19/11ના તેમનો પુત્ર મહેશ અને તેના બે મિત્રો વિગોડીથી પરોઢે ચાર વાગ્યે માતાના મઢ પદયાત્રાએ જવા નીકળ્યા હતા. વિગોડી-રવાપર વચ્ચે સફેદ સ્વીફ્ટ કાર અને પીળા રંગની નંબર પ્લેટવાળી નં. જી.જે. 06 બી.વી. 4356 વાળાએ અડફેટે લેતાં મહેશ ઘાયલ થયો હતો અને પ્રથમ નખત્રાણા તથા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મહેશને શરીરે ઇજા તથા પગમાં ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડી નાસી જનાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang