• સોમવાર, 02 માર્ચ, 2026

નેત્રામાં બાળક ઉઠાવગીર મહિલા સમજી પકડાઈ પણ...

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 :  નખત્રાણા તાલુકાના નેત્રા ગામે  પ્લાસ્ટિક વીણતી ત્રણ મહિલાઓને છોકરા પકડતી ગેંગ સમજીને પોલીસ હવાલે કરાઇ હતી, પણ ઝીણવટભરી તપાસમાં આ પેટિયું રળતી મહિલાઓ નીકળતા છોડી મુકાઈ હતી   શનિવારે નેત્રામાં પ્લાસ્ટિક વીણતી મહિલાઓ પર કેટલાક લોકોને શંકા જતાં એ મહિલાઓ બાળકો ઉઠાવગીર લાગતાં લોકોએ પડકાર ફેંક્યો હતો. ગભરાયેલી આ ત્રણ શ્રમજીવી મહિલાઓએ દોટ મૂકી ત્યારે લોકોને શંકા ગઈ કે, છે કંઈક દાળમાં કાળું... આથી કેટલાક લોકોએ  પીછો કર્યો હતો, જેથી ગભરાયેલી આ મહિલાઓ એક ખંડેરમાં છુપાઇ ગઇ હતી, લોકોએ ખંડેરમાંથી મહિલાઓને બહાર કાઢી   અને પછી વાત વાયુવેગે ફેલાઈ જતાં લોકો એ તરફ દોડયા  અને મહિલાઓને પકડીને બેસાડી દેવામાં આવી હતી. આ બાબતે પોલીસને જાણ કરાતાં પોલીસ આવી પહોંચી હતી અને મહિલાઓને પોલીસ વાહનમાં બેસાડી તપાસ કરાતાં આ મહિલાઓ કોઇ ગેંગ સાથે સંકળાયેલી ન હોવાનું ખુલ્યું હતું અને છોડી મૂકવામાં આવી હતી  પણ ડરની મારી ત્રણે મહિલાઓ ભાગતાં લોકોને શંકા જન્મી હતી.  

Panchang

dd